ધનતેરસ ઉપર આ સામાન ખરીદવા થી વરસસે મા લક્ષ્મી ની કૃપા આવી વસ્તુ ઓ હોય છે અશુભ દિવાળી ની શરૂઆત ધનતેરસ ના દિવસ થી માણવા માં આવે છે જે આ વર્ષે 25 ઓક્ટોમ્બર ના દિવસે છે આ દરેક વર્ષે કારતક સુદ મહિના ના કૃષ્ણ પક્ષ ની ત્રયોદશી તીથી મા આવે છે
આ દિવસે આપણે ખરીદી કરીએ છીએ જે આપણા માટે શુખ સમૃદ્ધિ મા વૃદ્ધિ કરનાર છે લોકો માં એવી માનતા છે કે આ દિવસે શુભ વસ્તુ ની ખરીદી કરવાથી લક્ષ્મી માતા ની કૃપા તેમના પરિવાર ઉપર થાય છે અને વર્ષ દરમિયાન તેની આર્થિક સ્થિતિ સારી રહે છે ધનતેરસ ઉપર તમે પણ ખરીદી કરશો એવા માં તમને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ તમારા માટે શુભ અને મનગલમય હશે અને કઈ વસ્તુ તમારે નઈ ખરીદવાની.
ધનતેરસ ઉપર સુ ખરીદવું.
સોનુ કે ચાંદી ના સિક્કા ધનતેરસ ના દિવસે સોનુ કે ચાંદી ના સિક્કા ખરીદવા તેના ઉપર લક્ષ્મી માતા કે ગણેશજી નું ચિત્ર દોરેલું હોવું જોઈએ આ સિક્કા ને દિવાળી ઉપર વિધિ પૂર્વક પૂજા કરવી અને ત્યાર પછી તમારી તિજોરી મા મૂકી દેવી આ તમારા ધન સંપત્તિ માટે શુભ ફળદાયી હશે.
ગોમતી ચક્ર.
ધનતેરસ ના દિવસે તમે 11 ગોમતી ચક્ર ખરીદી શકો છો આ શુભ કરી હોય છે આ પરિજનો ની સ્વસ્થ્ય અને સમૃદ્ધિ ને વધારે છે દિવાળી ના દિવસે તેનું પૂજન કરો અને પીતાંબર એટલે પીડા કાપડ મા બોધી ને તિજોરી માં મૂકી દેવું.
ધનતેરસ ઉપર ધાણા ખરી દો.
ધનતેરસ ના દિવસે આખા ધાણા ખરીદવાનો રિવાજ છે તેને દિવાળી ના દિવસે લક્ષ્મી પૂજા કરતા સમયે માતા ને અર્પિત કરવા અને તેમાંથી બે ત્રણ દાના કુંડા માં વાવી દો જો તેમાંથી સારો છોડ નીકળે છે તો તમારું આખું વર્ષ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો છોડ છોડ સામાન્ય અને પાતળો હોય તો તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
પિત્તળ ના વાસણ.
ધનતેરસ ના દિવસે દેવતાઓ ના વૈદ્ય ધન્વંતરિ ની પૂજા થાય છે તેમનું પ્રિય ધાતુ પિત્તળ હોય છે એટલા માટે ધનતેરસ ના દિવસે પિત્તળ ના વાસણ ખરીદવા તે શુભ માનવા માં આવે છે.
લક્ષ્મીજી અને ગણેશજી ની મૂર્તિ.
દિવાળી ઉપર લક્ષ્મી પૂજા માટે ધનતેરસ ના દિવસ થી જ માતા લક્ષ્મીજી અને ગણેશજી ની મૂર્તિ ખરીદી લેવી જોઈએ તમારા માટે શક્ય હોય તો ચાંદી ની મૂર્તિ ખરીદવી તથા માટી ની કે પછી ફોટો ખરીદી શકો છો પૂજા પછી મૂર્તિ ને તિજોરી મા મૂકી દો.
ઝાડું.
કહેવા મા આવે છે કે ઝાડુ મા લક્ષ્મીજી નો વાશ રહેલો હોય છે ધનતેરસ ના દિવસે જાડું ખરીદવા થી ઘર માં માં લક્ષ્મીજી નો પ્રવેશ થાય છે પણ હકીકત માં અપને જાડું થી ઘર ની સફાઈ કરીએ છીએ અને ઘર ની નકામી વસ્તુ બહાર થઈ જાય છે એટલે તેનું મહત્વ ખૂબ છે.
જે લોકો વ્યવસાયી છે તેમને નવા ખતા અને વહી ખરીદવા જોઈએ અને દિવાળી ના દિવસે પૂજા કરવી. ધનતેરસ ના દિવસે શુ ના ખરીદવું.
ધનતેરસ ના દિવસે લોખન્ડ કાચ અને એન્યુમિનિયમ ના વાસણ ખરીદવા નહીં તેના થી આપના ગ્રહો ઉપર અસર પડે છે જ્યારે પણ વાસણ ખરીદી કરી ને લાવીએ ત્યારે તેમાં અન્ન મૂકી નેજ લાવવું ખાલી વાસણ લાવવું નહીં તેના સિવાય ધનતેરસ ના દિવસે કાળા રંગ થી બચવું જોઈએ તે અશુભ માનવા મા આવે છે.