દ્વારકા-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના દરેક મંદિરો આ સરતે ખુલશે,ભક્તો દર્શનતો કરી શકે પરંતુ….જાણો સમગ્ર નિર્ણય.

દેશમાં અનલોક ની જાહેરાત થતા ની સાથેજ દરેક લોકોની નજર મંદિરો ખુલે તે પર હતી ત્યારે હવે આ મંદિરો પર એક સમાચાર આવ્યાં છે.તો આજે આપણે આ જાણીશું સોશ્યલ ડિસ્ટન્સ સહિતની શરતોને આધીન ગુજરાતમાં તા.8 જૂનને સોમવારથી તમામ ધર્મસ્થળો ખોલવાની મંજુરી અપાઈ છે.ત્યારે મંદિરોના સંચાલકો, ટ્રસ્ટીઓ, પૂજારીઓ વગેરે દ્વારા આ માટે તૈયારીનો ધમધમાટ શરુ થયો છે.વિશ્વ પ્રસિધ્ધ પુરાતન અને કરોડો ભક્તોના આસ્થાકેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાધીશ મંદિર સહિતના મંદિરોએ રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે ત્યારે ત્યાં સોશ્યલ ડિસ્ટન્સનું અને ચેપ ન પ્રસરે તેનું ધ્યાન રાખવા સાથે સલામતિ બંદોબસ્ત માટે ખાસ તૈયારીઓ શરુ થઈ રહી છે.

કોરોનાં ના કારણે મંદિરો ની આવકમાં પણ સૌથી વધુ ઘટાડો નોંધાયો છે ત્યારે હવે મંદિર ખુલતા ની સાથે આ ઘટાડો પુરાશે તેમ લાગી રહ્યું છે.અઢી માસ બાદ ભાવિકો મંદિરોમાં જઈને દર્શન કરી શકશે તે વાતે રાહત અનુભવી રહ્યા છે ત્યારે નાના-મધ્યમ મંદિરો કે જ્યાં સામાન્ય દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હોય છે અને જ્યાં કાર્યક્રમો પણ થતા નથી હોતા ત્યાં તો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન સરળ રહેશે. પરંતુ, સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે તો રોજ સામાન્ય કામકાજના દિવસોમાં પ ણ પંદર-પંદર હજાર ભાવિકો આવતા હોય છે જે સંખ્યા રવિવાર સહિતની જાહેર રજાઓ, પુનમ, શિવરાત્રિ, સોમવાર જેવા ખાસ દિવસો અને પર્વના દિવસોએ તો ડબલથી વધી જતી હોય છે.

જેમ કે મહાશિવરાત્રિએ સોમનાથ મંદિરે એક લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા. ઉપરાંત ચામુંડા માતાજી મંદિર ચોટીલા, ખોડલધામ, રાજકોટ સહિતના સ્થળે સ્વામિનારાયણ મંદિરે, જલારામ બાપા વીરપુર સીદસર સહિત અનેક મંદિરોએ ખાસ કરીને રજાના દિવસોએ ચિક્કાર ભીડ રહેતી હોય છે.જો કે દેશમાં કોરોના મહામારી હજુ યથાવત્ છે ત્યારે બહારના રાજ્યો, દૂરના જિલ્લાઓમાંથી લોકો આવવાનું ટાળશે, કારણ કે મંદિરનો સમય પણ રાત્રે 9થી સાંજે 5 સુધી હાલ અમલી કર્ફ્યુને ધ્યાને લઈને રાત્રિના વહેલો કરાશે.ત્યારે આ માહિતી ભક્તો એ ખાસ ધ્યાનમાં લઈ લેવી જોઈએ.

આ કારણે રાત્રિ પહેલા ઘરે પહોંચી શકાય તે રીતે સૌરાષ્ટ્રના જિલ્લામાંથી લોકો વધુ આવશે.સોમનાથ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે સોમવારથી મંદિર ખોલવા નિર્ણય લેવાયો છે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ચૂસ્ત રીતે કરાશે.એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાથ ધોવા માટે સેનેટાઈઝર મશીનો મંદિરોને અપાયા છે.મંદિરમાં માત્ર દર્શન જ કરી શકાશે અને આરતી વખતે અગાઉ જેમ લોકો ભાગ લેતા તેમ ભાવિકોને આવવા દેવાશે નહીં.સાથે સાથે અનેક નવા નિયમો પણ સરકાર અને મંદિર ટ્રસ્ટ બહાર પાડશે.

તો દ્વારકાધીશ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે મંદિર ખોલવામાં આવશે પરંતુ, દર્શનાર્થીઓ ઓછા પ્રમાણમાં જ ક્રમશઃ પ્રવેશ અપાશે અને આ માટે સુરક્ષા અને વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ રહી છે.રાજ્ય સરકારે મંદિરોમાં ભીડ થાય તેવા કોઈ પણ કાર્યક્રમ, જેમ કે સમુહ પ્રાર્થના સત્સંગ સભા, કથા-સપ્તાહ, પર્વ ઉજવણી વગેરે પર નિયંત્રણ રાખ્યા છે.

ખાસ કરીને લાખો ભાવિકો જેઓ મંદિરે દર્શન કરવાનો સદીઓથી નિયમ રાખતા હોય છે તેઓને રાહત રહેશે.ઉલ્લેખનીય છે કે લોકડાઉનથી મંદિરોમાં પણ નાણાભીડ સર્જાઈ છે, દ્વારકાધીશ જેવા જગવિખ્યાત મંદિરમાં રોજની ત્રણ લાખ સામે હાલ 30 હજારની આવક છે અને તે પણ એક ભક્ત દ્વારા રોજના રૂ।.21 હજાર અપાય છે.ત્યારે નાના મંદિરોનો નિભાવ પણ મૂશ્કેલ બન્યો છે.તો મિત્રો આ શરતો સાથે મંદિર ખુલ્લું મુકવામાં આવશે જો હજુ આઠ તારીખ એ સચોટ નિર્ણય બહાર પાડવામાં આવશે ત્યારબાદ સમગ્ર બાબત જાહેર થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top