ધનતેરસ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી તમે બની શકો છો ધનવાન

નવરાત્રીથી શરૂ થયેલા તહેવારોના આ મોસમમાં એક પછી એક તહેવાર છે. હવે દીપાવલી આવી રહી છે અને દિપાવલીના 2 દિવસ પહેલા કાર્તિક માસની ત્રિયોદશીએ ધનતેરસનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર,આ દિવસે નવી ચીજો ખાસ કરીને ઘરેણાં અને વાસણો ખરીદવાનું વિશેષ મહત્વ છે.

માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ ધનતેરસ પર ખરીદી કરવાની સાથે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. ધનતેરસ પર કરવામાં આવેલ દાન તમને અનેકગણું થઈને પાછું મળે છે અને તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો. આ 5 વસ્તુઓનું દાન કરવું ધનતેરસ માટે શુભ માનવામાં આવે છે.

પીળી વસ્તુઓનું દાન.

ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નવા પીળા કપડાં દાન કરી શકો છો. ધનતેરસના દિવસે કપડાં દાન મહાદાન માનવામાં આવે છે. એવું કરવાથી તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થશે.

અન્નદાનથી પ્રસન્ન થાય છે માં લક્ષ્મી.

ધનતેરસના શુભ પ્રસંગ પર તમારે ઓછામાં ઓછા એક ગરીબને ઘરે બોલાવો જોઈએ અને સંપૂર્ણ આદર અને સન્માન સાથે ભોજન આપવું જોઈએ. ભોજનમાં ચોખાની ખીર અને પુરીનો વિશેષ રૂપથી સમાવેશ કરવો જોઇએ. ભોજન કરાવ્યા પછી દક્ષિણા પણ અવશ્ય આપવી જોઇએ.

મીઠાઈ આપો કોઈ જરૂરિયાતમંદને.

ધનતેરસના દિવસે તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નાળિયેર અને મીઠાઇનું દાન કરવું જોઈએ. આવુ કરવાથી તમારા ભંડારમાં પણ આખા વર્ષ દરમિયાન ભરેલા રહે છે અને તમારે ક્યારેય પણ તંગીની સામનો નથી કરવો પડતો.

લોખંડની વસ્તુઓનું દાન.

ધનતેરસના દિવસે તમે એક તરફ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદી શકો છો, બીજી તરફ આ દિવસે તમારે લોખંડની ધાતુની કોઈ વસ્તુ દાન પણ કરવી જોઈએ. લોખંડનું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય દુર થાય છે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન થાય છે.

માઁ લક્ષ્મીને પ્રિય છે આ વસ્તુ.

ધનતેરસના દિવસે અનેક ઘરોમાં નવી સાવરણી લાવીને તેમની પૂજા કરવામાં આવે છે. જો તમારી કોઈ એવું નજીકનું છે જે સતત પૈસાની તંગીથી સંઘર્ષ કરી રહ્યું છે, તો તમે સાવરણી ખરીદીને આપી શકો છો. આ કરવાથી માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને સાથે મનની સારી ભાવનાને જોઈને ભાવનાને જોઈને તમારા નજીકના સંબંધિને પણ સમપ્પન બનાવી દેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top