ઢોંગી મૌલવી: ‘તારા પરિવાર પર ભયંકર સંકટ રહેલ છે, જો તું મને શરીર શુખ નહીં માણવા દે તો તારું ઘર સમાપ્ત થઈ જશે’, આ રીતે ફૂટ્યો ભાંડો

મુઝફ્ફરપુરમાંથી એક ઢોંગી મૌલવી દ્વારા મહિલા સાથે તાંત્રિક વિધીના નામે દુષ્કર્મ આચારવાની ઘટના સામે આવી છે. તેમ છતાં ઢોંગી મૌલવીને મહિલાના પતિ દ્વારા ઝડપી પાડવામાં આવતા પોલીસના હવાલે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

જેમાં આરોપી અબ્દુલ હાફિઝ કરજાના રક્સાનો રહેણાંકી હોવાનું સામે આવ્યું છે. આ બાબતમાં એસડીપીઓ રાજેશ શર્માએ જણાવ્યું છે કે, મહિલાને મેડિકલ ચેકઅપ માટે મોકલી દેવામાં આવી છે. જ્યારે આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. પીડિતાએ કહ્યું છે કે, હું વૈશાલીની રહેવાસી છે અને પતિ તથા બાળકો સાથે સારૈયામાં વસવાટ કરું છે. આરોપી તેના ઘરે આવી પહોંચ્યો અને પછી આમતેમ વાત કરીને તેને જણાવ્યું હતું કે, તમારા પરિવાર પર ભયંકર સંકટ મંડરાઈ રહ્યું છે. આ સાંભળીને મહિલા અને તેના પતિ ભયભીત થઈ ગયા હતા.

મહિલા દ્વારા તેને પૂછવામાં આવ્યું કે આ સંકટને દુર કરવા માટે શું ઉપાય છે. ત્યારે આરોપીએ જણાવ્યું કે, રાત્રે તાંત્રિક વિધી કરવી પડાવી પડશે. આરોપીએ મહિલાના પતિને બજારમાંથી લાલ કપડું અને પાન લાવવા જણાવ્યું હતું. આરોપીએ ઘરમાં જ આ વિધી કરવાનું જણાવ્યું હતું. ત્યાં સુધી બધો સામાન મંગાવીને રાખવા જણાવ્યું હતું.

રાત્રીના બધા સૂઈ ગયા ત્યારે આરોપી મહિલા પાસે આવી ગયો હતો. મહિલા સામે તાવીજની માંગણી કરી પણ તેણે જણાવ્યું કે, તાવીજથી સંકટ દૂર થશે નહીં. પૂજા કરવી જરૂરી છે. આરોપીએ પતિને જણાવ્યુંકે, તમારી સામે તાંત્રિક વિધી કરી શકાશે નહીં, તમે બહાર ચાલ્યા જાવ. એમ જણાવીને મહિલાને એક રૂમમાં લઈ જઈ રૂમને બંધ કરી નાખ્યો હતો.

મહિલા દ્વારા પછી કહેવામાં આવ્યું કે, ઢોંગી મૌલવીએ કપડું વિસાવ્યું અને તેને સામે બેસાડી દીધી હતી. બંને હાથની મુઠ્ઠી બંધ કરીને આંખ બંધ કરવા તેને જણાવ્યું હતું. ઢોંગી મૌલવીએ ત્યાર બાદ પાન ખાધુ હતું. પછી એક પાવડર મહિલાના ચહેરા અને શરીર પર છાંટી દીધો હતો. જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદમાં મૌલવીએ તેના કપડાં ઉતાર્યા અને તેના પર દુષ્કર્મ કરવા લાગ્યો હતો. થોડી વાર બાદ મહિલાને થોડું ભાન આવ્યું તો તેને લાગ્યું કે તેની સાથે કંઈ ખોટુ થઈ રહ્યું છે.

ત્યારે ઢોંગીએ જણાવ્યું કે, આવું નહીં કરે તો તારો દિકરો મરી પરવારશે. પતિનું પણ 40 દિવસમાં મોત નીપજી જશે. મહિલા ભયભીત થઈ ગઈ હતી. તેણે બૂમ પાડી અને પતિને બોલાવી લીધો હતો. પછી પતિ અંદર આવ્યો તો પત્નીએ આખી વાત જણાવી દીધી હતી. પતિએ ઢોંગી મૌલવીને પકડીને એક રૂમમાં બંધ કરી નાખ્યો અને સવારે પોલીસને જાણ કરીને બોલાવી અને તેને પકડાવી દીધો હતો.

Scroll to Top