ધોનીના નામે થઈ ચૂક્યા છે આ વર્લ્ડ રેકોર્ડ, જે ક્યારેય પણ તૂટી શકે તેમ નથી. જાણો આ વર્લ્ડ રેકોર્ડ વિષે…..

મહેન્દ્ર સિંહ ધોની પોતાના ક્રિકેટ કરિયરમાં એક સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીમાં હારેલી મેચ જીતવાની ક્ષમતા છે અને તેણે ઘણી વખત આવું કરીને બતાવ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં રમતી વખતે આવા ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તો આજની પોસ્ટમાં અમે તમને મહેન્દ્ર સિંહ ધોનીના એવા રેકોર્ડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં બનાવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. ધોનીએ તેની કારકિર્દીની 350 મેચોમાં 178 વખત સ્ટમ્પિંગ કર્યું છે. આવી જ એક સિદ્ધિ જે ભાગ્યે જ કોઈ અન્ય ખેલાડી કરી શકે તે છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં છ છગ્ગા ફટકારીને ભારતીય ટીમને વિજેતા બનાવી છે. આ રેકોર્ડમાં 2011ના વર્લ્ડ કપની જીત પણ સામેલ છે.

મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના એકમાત્ર એવા સુકાની છે જેમણે પોતાની કપ્તાનીમાં ત્રણેય ICC ટ્રોફી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં 2007નો T20 વર્લ્ડ કપ, 2011નો વન-ડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટ કીપર બેટ્સમેન તરીકે વર્ષ 2005માં એક મેચમાં અણનમ 183 રન બનાવ્યા હતા, જે આજે પણ એક રેકોર્ડ છે. મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ છગ્ગા લગાવનાર વિકેટ કીપર બેટ્સમેન છે. તેણે તેની કારકિર્દીમાં 213 છગ્ગા ફટકાર્યા છે જે વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ છે. એક કેપ્ટન તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેણે કેપ્ટન તરીકે સૌથી વધુ 332 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ જે બેટ વડે વર્ષ 2011માં શ્રીલંકા સામે બીજી વખત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. તેને ક્રિકેટના ઈતિહાસનું સૌથી મોંઘું બેટ માનવામાં આવે છે કારણ કે તે બેટની હરાજીમાં એક કરોડની બોલી લાગી હતી.

Scroll to Top