મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલ આઇપીએલની 14 સીઝનની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સને ઋષભ પંતની દિલ્લી કેપ્ટિલ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરાજય બાદ ધીમા ઓવર રેટના કારણે 12 લાખનો દંડ પણ ભરવો પડ્યો છે.
સીએસકેના બોલર નિર્ધારિત સમયમર્યાદાની અંદર પોતાની પુરી કરી શક્યા નહોતા, જેના કારણે ત્રણ વખતના ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દંડનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં, ટુર્નામેન્ટની શરૂઆતને જોતા મહેન્દ્ર સિંહ ધોનીને દંડ ફટકારી છોડી દેવામાં આવ્યા છે.
આઇપીએલ તરફથી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આચારસંહિતા અને ઓવર રેટના નવા નિયમો હેઠળ આ ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ ભૂલ હતી. એટલા માટે દંડ વસૂલ કર્યા બાદ છોડી દેવામાં આવ્યા છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ સંપૂર્ણ 20 ઓવર પણ બોલિંગ કરી નહોતી કેમકે 18.4 ઓવરમાં આઠ બોલ બાકી રહેતા દિલ્લીએ મેચ જીતી લીધી હતી. પૃથ્વી શો (38 બોલમાં 72 રન) અને શિખર ધવન (54 બોલમાં 85 રન) એ પ્રથમ વિકેટ માટે શાનદાર સદીની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને 138 રન જોડાયા અને પોત -પોતાની અડઘી સદી પુરી કરી હતી. કદાચ આ કારણ હતું કે, 189 રનનો વિશાળ ટાર્ગેટ પણ નાનો સાબિત થયો હતો.
વિલંબિત અથવા વિક્ષેપિત મેચોમાં, જ્યાં નિર્ધારિત સમયમાં 20 ઓવર ઉપલબ્ધ ન હોય, ત્યાં દરેક ઓવર માટે વધારાની 4 મિનિટ 15 સેકંડ હોઈ શકે છે. આ સીઝનમાં, સોફ્ટ સિગ્નલ અને ટૂંકા ગાળાના નિયમો પર પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
શું છે નવા નિયમ ?
- દરેક કલાકમાં એવરેજ 14.1 ઓવર નાખવી પડશે
- તેમાં ટાઈમ-આઉટ સામેલ થશે નહીં
- મેચની એક ઇનિંગ 90 મિનિટમાં સમાપ્ત થવી જોઈએ
- રમત માટે 85 મિનિટ અને પાંચ મિનિટ ટાઈમ-આઉટ
મેચને નિર્ધારિત સમયમાં સમાપ્ત કરવાના ઉદ્દેશયથી પ્રત્યેક ઇનિંગની 20 મી ઓવરને 90 મિનિટમાં સમાપ્ત કરવી પડશે. પ્રથમ નિયમ 20 મી ઓવરને 90 મિનિટમાં સમાપ્ત કરવાનો હતો. વિલંબિત અથવા વિક્ષેપિત મેચોમાં, જ્યા નિર્ધારિત સમયમાં 20 ઓવરમાં ના થાય તો તેમાં દરેક ઓવર માટે 4 મિનિટ 15 સેકેંડ વધારાની હોઈ શકે છે. આ સીઝનમાં સોફ્ટ સિંગ્નલ અને શોર્ટ રનના નિયમો પર પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.