BollywoodEntertainment

શું સલમાન ખાને છોડી દીધો બિગબોસનો સાથ?

બિગબોસની દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેની દરેક સીઝન રોમાંચથી ભરપૂર હોય છે. બિગબોસ ઓટીટી 2ની શરૂઆત થઈ ગઈ છે અને દરેક સીઝનની જેમ તેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા શનિ-રવિ વિકેન્ડ કા વારમાં સલમાન ખાન  નજર આવ્યા હતા નહીં. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સલમાન ખાને બિગબોસ ઓટીટી છોડી દીધું છે અને તે આ શોનું ટીવી વર્ઝન  પણ હોસ્ટ કરશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાને આ નિર્ણય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનના કારણે લીધો છે. જો કે, સલમાન ખાનના  બિગ બોસ છોડવાના  નિર્ણયની સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

છેલ્લા ‘વિકેન્ડના કા વાર’ વાળા એપિસોડમાં સલમાન ખાનના હાથમાં સિગરેટ જોવા મળી હતી. સલમાનનો આ ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે અને તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો છે. આ અઠવાડિયે ‘વિકેન્ડ કા વાર’ વાળા એપિસોડમાં સલમાન નજર આવ્યા નહિ આ આ કારણે એવી ખબર વાયરલ થઇ ગઈ કે, સલમાને બિગબોસ છોડી દીધું છે. તેની સાથે એવી પણ ખબર સામે આવી રહી છે કે, સિગરેટ સાથે તેમનો ફોટો કોન્ટ્રાક્ટનો ભંગ જણાવવામાં આવી રહ્યો છે. જો કે, આ ખબરો સાચી હશે તેવી  આશા ઓછી  વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે, સલમાન આ શનિવાર-રવિવાર હાજર હતા નહિ તે પહેલાથી ખબર હતી. સલમાન આ વિકેન્ડ નજર આવ્યા નહિ કારણ કે તેમને કંઈક કામ હતું. કદાચ કોઈ ફિલ્મનો પ્રોજેક્ટ હશે જેમાં તે વ્યસ્ત રહેવાના હશે. સલમાન ખાન અને  બિગબોસના મેકર્સ તરફથી સલમાનના આ શો થી અલગ થવાની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. બિગ બોસના ટીવી  વર્ઝનને સલમાન છેલ્લી 12 સીઝન થી હોસ્ટ કરી રહ્યા છે પરંતુ બિગબોસ ઓટીટીને પહેલીવાર હોસ્ટ કરી રહ્યા છે. બિગબોસ ઓટીટીની પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ગેરહાજરીમાં કૃષ્ણા અભિષેક, ભરતી સિંહ અને નિશાંત ભટ્ટે આ શોની કમાન સાંભળી હતી. વિકેન્ડ પર કન્ટેસ્ટન્ટે અલગ-અલગ ટાસ્ક કર્યા હતા. આ અઠવાડિયે ફલક નાઝ, અવિનાશ સચદેવ, બેબિકા ધુર્વે અને પૂજા ભટ્ટને ઘરમાંથી બહાર કાઢવા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા પરંતુ આ  એપિસોડમાં કોઈને બહાર કાઢવામાં આવ્યા ન હતા. આ કારણે સંભવ છે કે, સલમાન વિકેન્ડની ભરપાઈ માટે અઠવાડિયામાં કોઈપણ દિવસે બિગબોસ ઓટીટી પર નજર આવી શકે છે અને તે કોઈ એક કન્ટેસ્ટન્ટનું નામ જાહેર કરી શકે છે. અથવા તે સીધા આગામી વિકેન્ડ પાર આ શોમાં વાપસી કરી શકે છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker