ગેરમુસ્લિમ વધારે કરી રહ્યા છે જાસૂસી ISI માટે મુસલમાન ઓછા: દિગ્વિજય સિંહ

હાલના કાશ્મીર મુદ્દા બાદ મુશ્લીમ પાર વધારે નિશાન કરાય છે તેવોજ એક મુદ્દો સામે આવ્યો છે જે મુશ્લીમ ને લઈને છે. નેતા દિગ્વિજયસિંહએ વધુ એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ માટે મુસલમાન ઓછા અને ગેરમુસ્લિમ વધારે જાસૂસી કરી રહ્યા છે.

દિગ્વિજયસિંહે કહ્યું કે RSS અને બજરંગદળ ગોરક્ષાના નામ પર ધંધો કરી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના વિવાદીત નિવેદનના કારણે મોટાભાગે ચર્ચામાં રહે છે.

દિગ્વિજય સિંહે એક વખત ફરીથી ભાજપ અને બજરંગ દળ પર વિવાદીત નિવેદન આપ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મુસલમાનોથી વધારે ગેરમુસ્લિમ આઇએસઆઇ માટે જાસૂસી કરી રહ્યા છે.

એની સાથે દિગ્વિજય સિંહે ભાજપ અને બજરંગ દળ પર પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI થી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ માટે મુસલમાન ઓછા અને ગેરમુસ્લિમ વધારે જાસૂસી કરી રહ્યા છે.

તેમને બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી પર આઇએસઆઇથી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો છે. એમને કહ્યું કે બજરંગ દળ અને ભાજપ આઇએસઆઇથી પૈસા લઇ રહ્યા છે, એની પર થોડું ધ્યાન આપો.

દિગ્વિજય સિંહે દેશની ખરાબ થતી અર્થવ્યવસ્થાને લઇને મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું છે. એમને કહ્યું કે મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે, નોકરીઓ નથી. પોતાનું નુકસાન પૂર્ણ કરવા આરબીઆઇ છે.

મોદીએ દરેક વાત છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઇએ. આ પહેલા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને ગુપ્તચર વિભાગની મોટી ભૂલ જણાવી હતી. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે જો કોઇ બીજો દેશ હોત તો પ્રધાનમંત્રી નહીં પરંતુ ગૃહમંત્રીને રાજીનામા આપવા માટે મજબૂર કરી દેવામાં આવતા, પરંતુ અહીંયા જે કોઇ આ સમસ્યા પર પ્રશ્ન ઊઠાવે છે એને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.આ પ્રશ્ન બાદ સમાજ પાર પણ અસર જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top