દિલ્હી: મલકાગંજ સબ્ઝી મંડી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

દેશની રાજધાની દિલ્હીના મલકાગંજ સબ્ઝી મંડી વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાયા હોવા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાની જાણ થતા જ દિલ્હી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ, અત્યાર સુધીમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે તેને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થતા જ આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. અત્યારે ઘટનાસ્થળ પર પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે ઉભેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનાની સૂચના નગર નિગમને પણ અપાઈ છે. આ સિવાય ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ પણ રહેલી છે.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી એક ઈજાગ્રસ્તને રેસ્ક્યૂ કરાયો છે તેમ છતાં કાટમાળમાં બીજા અનેક લોકો દબાયેલા હોવાની જાણકારી મળી છે. અમે આજુબાજુના લોકો પાસેથી માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં નિર્માણ કામ ચાલી રહ્યું હતું. તે સમયે દુર્ઘટના સર્જાઈ ત્યારે અંદર અનેક મજૂરો દટાયા હતા. બીજી તરફ, બિલ્ડિંગ સાકડી ગલીમાં હોવાના લીધે ફાયરબ્રિગેડ વિભાગને ભારે મશીનરી લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તેની સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાલ મેન્યૂઅલી કરવામાં આવી રહ્યું છે.

જ્યારે બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર દુઃખ જાહેર કર્યું છે. તેમણે ટ્વીટ કરતાં જણાવ્યું છે કે, દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ખૂબ જ દુખ:દ છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ કરવામાં આવેલ છે. જિલ્લા પ્રશાસનના માધ્યમથી હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું.

Scroll to Top