દેશની રાજધાનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એલપીજી સિલિન્ડરની (કોમર્શિયલ) કિંમતમાં આજે એક સાથે 266 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા પહોંચી ગયા છે.
આ કિંમત પહેલા 1,734 રૂપિયા હતી. આજે ઘરેલૂ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરની નવી કિંમત જાહેર કરવામાં આવતી હોય છે. તેની સાથે જ દેશમાં સતત છટ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવે છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત 122 રૂપિયા પહોંચી ગઈ છે.
તેમ છતાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા રહેલી છે. છેલ્લે છઠ્ઠી ઓક્ટોબરના રોજ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ અગાઉ પ્રથમ ઓક્ટોબરના રોજ ફક્ત 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
તેની સાથે આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જેના લીધે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.69 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 115.50 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત દેશની રાજધાની દિલ્હીમાં 98.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 106.62 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.
દેશના અમુક શહેરમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશના પન્ના, સતના, રેવા, શહડોલ, છીંદવાડા અને બાલકઘાટમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. રાજસ્થાનના સરહદી વિસ્તારના બે શહેર શ્રીગંગાનગર અને હનુમાનગઢમાં પણ પેટ્રોલનો ભાવ 120 રૂપિયાને પાર પહોંચી ગયો છે.