દિપિકા પાદુકોણના આ ઍરપોર્ટ લૂકની કિંમત લાખોમાં છે, જુઓ તેમના આ ફોટા

બોલિવૂડ હસ્તીઓએ ના માત્ર તેમનો રેડ કાર્પેટ લુક કે કોઈ ઇવેન્ટ લુકને પરંતુ હવે એરપોર્ટ લુકને પણ ખૂબ સીરીયસલી લેવા લાગી છે. દિવસે ને દિવસે એરપોર્ટ પરથી તેમની તસવીરો ફેન્સ અને ફોલોઅર્સ સામે આવવા લાગી છે.

તેથી સ્પષ્ટ છે કે એરપોર્ટ પર પણ તેમનું બેસ્ટ દેખાવુ મહત્વપૂર્ણ છે. દીપિકા પાદુકોણ બોલિવૂડની એક એવી અભિનેત્રીઓમાં શામેલ છે જે એરપોર્ટ લુકમાં પણ ખૂબ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે.

હવે હળવી ઠંડીનું વાતાવરણ આવી ગયું છે. ઓછામાં ઓછું દીપિકા પાદુકોણના આ એરપોર્ટ લુકને જોઈને તો એવું જ લાગે છે. મુંબઇ એરપોર્ટ પર દિપીકા જોવા મળી ગ્રે કલરના કોટન પેન્ટ અને ગ્રે કલરના મેચિંગ ટર્ટલનેક સ્વેટરમાં.

તેના આ લુકને દીપિકાએ બ્રાઉન કલરની પોઇન્ટેડ ટોઝ હીલ્સ, બ્રાઉન કલરની મેચિંગ હેન્ડબેગ્સ અને બ્રાઉન કલરના ઓવરસાઈઝ સનગ્લાસ સાથે ટીમઅપ કરીને પહેર્યું હતું.

દીપિકાના આ લુક વિશે વાત કરીએ તો, દીપિકાની આ સાધારણ દેખાતી કોર્ટન પેન્ટ્સ જર્મન ફેશન હાઉસ જીલ સેંડરની વાઈડ-લેગ્ડ ટ્રેલર ટ્રાઉઝર છે, જેની કિંમત 1753 ડોલર એટલે કે આશરે 1.25 હજાર રૂપિયા છે.  તેમનો ગ્રે રંગનો ટર્ટલનેક સ્વેટર બ્રિટીશ ડિઝાઇનર જોસેફના લેબલમાંથી છે, જેની કિંમત 1138 ડોલર એટલે કે લગભગ 81 હજાર રૂપિયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top