છેલ્લા ઘણા સમયથી તારક મહેતા શો ઘણો પ્રખ્યાત છે સિરીયલમાં કામ કરતા દરેક કેરેક્ટરની એખ દરેક કળા છે 12 વર્ષ કરતા પણ વધું સમય થઈ ગયો તેમ છતા પણ આ શોની પોપ્યુરાલીટી હજુ પણ એટલીજ છે જેટલી પહેલી હતી 2008માં આ સિરીયલ શરૂ થઈ હતી આજે પણ આ શોના દરેક કેરેક્ટર એટલાજ હસાવે છે જેટલા તેઓ પહેલા હસાવતા હતા.
વીડિયો વાયરલ
સિરિયલમાં દિશા વાકાણી એટેલે કે દયા બેન છેલ્લા કેટલાક સમયથી ગાયબ છે. પહેલા તેના લગ્ન થયા અને બાદમાં તે માતા બની જેથી હાલ તે શોમાં નથી આવતી જોકે આજે પણ લોકો તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ હાલ સોશિયલ મીડિયાપર દયાબેનનો એક વીડિયો વાયરલ થયો છે. જેના કારણે તે ફરી વખત ચર્ચામાં આવી છે. સાથેજ તેનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.
ફેન્સને વીડિયો ગમ્યો
દિશા વાકાણીનો હાલ જે વીડિયો વાયરલ કર્યો છે. તે વીડિયો તેના ફેન્સને ખુબ ગમ્યો છે. સાથેજ તે આ વખતે વીડિયોમાં ઘણી અલગ જોવા મળી છે. તેનો લુક જોઈને બધાજ આશ્ચર્ચમાં મુકાઈ ગયા છે. કારણકે આ વીડિયોમાં દીશા વાકાણી તદ્દન વીદેશી લાગી રહી છે. સાથેજ વીડિયોમાં તે મોર્ડન કપડામાં દેખાઈ છે. જેથી લોકોને આ વીડિયો ખુબ ગમ્યો છે.
ચાર વર્ષ પહેલા શો છોડ્યો
વીડિયો સામે આવ્યા બાદ તેના ફેન્સ દ્વારા ભરી ભરીને તેના પર કોમેન્ટ કરવામાં આવી છે.વીડિયો પર જે લાઈક અને કોમેન્ટ આવી છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે. કે દયાબેન આજે પણ એટલાજ પ્રખ્યાત છે જેટલા તેઓ ચાર વર્ષ પહેલા હતા. ચાર વર્ષ પહેલા એટલા માટે કારણકે તેણે 2017માં તારક મહેતા શો લગ્ન બાદ છોડ્યો હતો.
એડિટેડ વીડિયો
જોકે આપને જણાવી દઈએ કે આ વીડિયો ખરેખરમાં એક ફેસ એપની મદદથી એડિટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દીશા વાકાણી હોલિવૂડની ફિક્શનલ ડાયરેક્ટરના અવતારમાં નજર આવી રહી છે. પરંતુ વિદેશી અંદાજમાં દયાબેનને જોઈને તેના ફેન્સ પણ શોક થઈ ગયા હતા. સાથેજ ફેન્સ દ્વારા તેમના વીડિયોને લાઈક પણ કરવામાં આવ્યો અને યુઝર્સોએ ભરી ભરીને આ વીડિયો પર કોમેન્ટ કરી છે.
શો માં પરત લેવાની ઈચ્છા
દયાબેનના બધા ફેન્સે તેને વિદેશી અવતારમાં જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે આ મામલે દિશા વાકણી તરફથી હજુ કોઈ પણ પ્રતિક્રીયા આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે તારક મહેતામાં ફરી વખત દિશાને લાવા માટે મેકર્સ દ્વારા તેને ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હાલ તે માત્ર તેના બાળકનું ધ્યાન રાખી રહી છે.