સબ ટીવી ચેનલ નો સૌથી સફળ શો એટલેકે તારક મેહતા ક ઉલટા ચશ્માં.આપણે સૌ જાણીએ છે કે ત્યાં હાલમાં ખુબજ દખ ચાલી રહ્યા છે ત્યારે દયાબેન ને લઈને વધુ એક અપડેટ આવી છે તો ચાલો જાણીએ તેના વિશે, તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં દયાબેનની એન્ટ્રીને લઈને ચર્ચા ગરમ છે.શોના મેકર અસિત કુમાર મોદીએ દિશા વાકાણીની એન્ટ્રી કન્ફર્મ કરી હતી.તો હાલમાં દિશા શોમાં સંપૂર્ણ રીતે વાપસી નથી કરી રહી. મને આશા છે કે, અમે કોઈ ચોક્કસ સમાધાન પર પહોંચીશું.થોડીવાર એવું સામે આવે કે દયા આવી રહી છે તો ફરી એવા પણ સમાચાર આવે કે દિશા વાકાણી હવે નથી આવી રહી.
પરંતુ હાલમાં જ આસિત મોદીએ કન્ફોર્મ કર્યું કે તે આવી રહી છે. એવામાં હવે દિશાના પતિ મયુર પંડ્યાનું એક નિવેદન સામે આવ્યું છે કે જેની ચોતરફ ચર્ચા થવા લાગી છે.એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં દિશાના પતિ મયુરે જણાવ્યું કે, તેણે એપિસોડ માટે માત્ર એક પોર્શન જ શુટ કર્યો છે. મેકર્સ સાથે હજુ અમારી વાત પુરી રીતે ખત્મ નથી થઈ. માટે દિશા અત્યારે શોમાં હંમેશા માટે નથી આવી રહી.
એવી આશા રાખીએ છીએ કે અમે સમાધાન સુધી વાત લઈ જઈ શકીએ.આ તરફ આસિત મોદી એ વાતથી પણ ખુશ છે કેદિશા નાનકડા પોર્શન માટે જ આવી રહી છે.તેમને આશા છે કે દિશા શોમાં જલ્દી જ ફરીથી એન્ટ્રી કરશે અને હંમેશા માટે તારક મહેતા જોઈન કરશે. આસિતનું કહેવું છે કે અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે.
અમે જલ્દી જ કોઈ સમાધાન તરફ આગળ વધશું. અમે લાંબા સમયથી દિશા સાથે વાતચીત કરી રહ્યા છીએ.જેવું મે આગળ પણ વાત કરી હતી કે કોઈ કેરેક્ટર એ શોથી મોટું ન હોઈ શકે. આ પહેલા એવી ખબર આવી હતી કે દિશા શોમાં નવરાત્રિ પર એન્ટ્રી કરવાની છે.
પરંતુ મયુર પંડ્યાના આ નિવેદન બાદ ફરીથી હવે બધાને દિશાની વાપસી પર શંકા થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી 2017થી નથી જોવા મળી. તે મેટરનિટી લીવ પર ગઈ એ ગઈ પછી આવી જ નથી. ઘણા ફેન્સ દિશા વાકાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અને એમ પણ તારક મેહતા ક ઉલટા ચશ્માં દયા બેન વગર અધૂરી છે.માટે જેમ બને તેમ જેટલી જલ્દી બને એટલી જલ્દી લોકો દયા બેનની એન્ટ્રી ની રાહ જુએ છે.