એક પુત્રને પિતાની છત્રછાયાની કેટલી જરૂર હોય છે? અને એક બાપને પુત્રની હૂંફ કેટલી જરૂરી છે પાછલા જીવનમાં
કોઈ દિવસ તમે આ વિશે વિચાર્યું? આમ તો આપણા જીવનમાં દરરોજ આજના જમાનામાં એવી ઘટનાઓ બને છે જેને જોઈને પીતા-પુત્ર ના સબંધો ઉપર આપણે વિચારતા રહી જઇયે.
કે એક દીકરો પોતાના બાપને આટલી ઉંમરે આવા દિવસો જોવડાવે.
પરંતુ કેહવાય છે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે આવી જ એક સ્ટોરી આજે અમે લઈને આવ્યા છે જે આપ પણ વાંચો
એક પિતાએ તેમના પુત્રને ખૂબ જ સારી રીતે ઉછેર્યો. તેને સારી રીતે ભણાવ્યો,અને એક સફળ માણસ બનાવ્યો,એના દમ પર પુત્ર એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો.
હજારો લોકોએ તેની અંદર કામ કરવા લાગ્યા.
એક દિવસ પિતાએ વિચાર્યું,કે હું પુત્ર ના ઓફીસમાં જઈને તેને મળી આવું.
જ્યારે પિતા તેમના કાર્યાલયમાં પહોંચ્યા,ત્યારે તેણે જોયું કે પુત્ર એક શાનદાર ઓફિસમાં બેઠો હતો અને ઘણા લોકો તેની નીચે કામ કરતા હતા.
આ જોઈ ને પિતા ને ખુબજ ગર્વ થયો. પિતા પોતાના પુત્ર ના ચેમ્બર માં ગયા અને પાછળ જઈને તેના ખભા પર હાથ રાખીને ઉભા થઇ ગયા.
આ પછી,પિતાએ તેના પુત્રને પૂછ્યું આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે.
પુત્ર એ પિતા ને બહુજ પ્રેમથી હસતા કહ્યું,મારા સિવાય કોઈ હોય શકે પિતાજી. પિતા ને જવાબ ની આશા નહતી.
તેમને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર ગર્વથી કહેશે કે પિતા આ દુનિયા ના સૌથી શક્તિશાળી માણસ તમે છો.
જેમને મને આટલો યોગ્ય બનાવ્યો. પુત્ર નો જવાબ સાંભળીને પિતા ની આંખોમાંથી આંસુ આવી ગયા. એ ચેમ્બર ના ગેટ ને ખોલીને બહાર નીકળી ગયા.
તેમને એકવાર પાછળ ફરીને બીજી વાર પુત્ર ને પૂછ્યું,એક વાર ફરી કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? પુત્ર એ આ વખત કહ્યું પિતાજી તમે છો.
આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ. પિતાજી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને કહ્યું હમણાં તો તું પોતાની જાત ને આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહી રહ્યો હતો.
હવે તું મને કહી રહ્યો છું.
છોકરાએ તેની સામે બેસીને હસતાં કહ્યું,’પપ્પા,તે સમયે તમારા હાથ મારા ખભા પર હતા જે પુત્ર ના ખભા પર પિતા નો હાથ હોય એ તો દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ જ હોય ને.
પુત્ર ની વાત સાંભળીને પિતા ની આંખોમાં આંસુ આવી ગયા,તેમને પોતાના પુત્ર ને જોરથી પોતાના ગળે લગાવી લીધો.
સાચું છે જેના ખભા પર અથવા માથા પર પિતા નો હાથ હોય છે,એ આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ હોય છે.
જીવન વ્યવસ્થાપન દરેક પિતા તેમના બાળકોને સારી શિક્ષણ આપવા માંગે છે જેથી તેઓ ભવિષ્યમાં કંઈક બની શકે.
બદલાતા સમયમાં,એવું જોવામાં આવે છે કે કાબીલ થવા પર બાળક જ પોતાના માતા પિતા સાથે સારી રીતે વ્યવહાર નથી કરતા,પરંતુ અપમાનિત પણ કરે છે.
આપણે સમજવું પડશે કે એક દિવસ આપણે પણ વૃદ્ધ થઈશું,તે સમયે આપણા બાળકો પણ આપણા સાથે પણ આવુ વર્તન આપણી સાથે કરશે ત્યારે આપણે શુ કરીશું.
આજના જમાનામાં જ્યારે દીકરો પોતાના બાપને નથી સાચવતો ત્યાર અમુક વાર આવી વાતો દિલથી આપણાને ગમી આવે જેને વાંચીને સંતોષ થાય. તો આવી જ સ્ટોરીઓ વાંચવા માટે અમારી સાથે જોડાઈ રહો
આભાર