આ ગંભીર બીમારી થતાં પહેલા શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ ના કરો તેને નઝરઅંદાજ નહિ તો આવીશકે છે આ ગંભીર પરિણામ

હાલ અનેક ગંભીર બીમારીઓ જોવા મળે છે આજે અમે તમને જણાવીશું એક ગંભીર બીમારી ના લક્ષણો આ બીમારી છે કિડની નિષ્ફળતા ની જયારે તમને આવા સંકેત જોવા મળે તો સમજી જાવ કે તમે આ બીમારી ના શિકાર થયા છો.

તો આવો જાણીયે આ સંકેતો વિશે..

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકાર પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં સ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે.

બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે. એટલે જો સમયસર આ લક્ષણો ઓળખીને સારવાર કરવામાં આવે તો કિડની ફેલ થતી બચાવી શકાય છે.

અચાનક વજન વધવું

શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે. એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

પેશાબ સાથે લોહી ટપકવું

પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છે. પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે.

પેશાબ ઓછો કે વધારે આવવો

જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.

શ્વાસ લેવામાં તકલીફ

કિડની ખરાબ થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

સ્વભાવ ચીડિયો થઈ જવો

કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે. જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે. જો ઉપરોક્ત તમામ સંકેતો પૈકી કોઈ પણ સંકેત જોવા મળે તો તમારી સમજી જવું કે તમારી કિડની નિષ્ફળ થવાના આડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top