મંગળવારે કરો આ ઉપાય, ગણેશજી કરશે તમામ મુશ્કેલીઓ દૂર – જાણો આ ઉપાય વિશે

સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકટ ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે.

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો.

મંગળવારે જો ભગવાન શ્રીગણેશની વિધિ-વિધાન સાથે પૂજા કરી અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

તો આવો જાણીએ કઈ રીતે મંગળવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરશો. શાસ્ત્રોમાં ભગવાન ગણેશનું અભિષેક કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે વિધ્નહર્તા ગણેશજીની પૂજા સૌ પહેલાં કરવામાં આવે છે.

આ સિવાય પણ જો મંગળવારના દિવસે ભગવાન ગણેશનું અભિષેક કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને તમને ઇચ્છીત ફળ મળે છે.

જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જતી હોય અને એ પૂર્ણ ન થતી હોય તો મંગળવારના દિવસે તમારે શુદ્ધ પાણીથી ગણેશજીનું અભિષેક કરવું જોઇએ. સાથે જ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો જોઇએ ત્યાર પછી માવાના લાડુનો પ્રસાદ ધરાવી ભક્તોમાં વહેંચવો.

આમ કરવાથી તમારી ઈચ્છા ઝડપથી પૂરી થશે. તમારી મુસીબતોના આધારે તમે આમાંથી કોઈ એક ઉપાય સાચી રીતે અને મનથી કરશો તો તમને તેનું ફળ ગણતરીના દિવસોમાં જ મળી જાય છે અને તમારું જીવન આનંદમય રહેશે.

જો તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે,તો તમારે ચોથના દિવસે હાથીને લીલું ઘાસ ખવડાવવું જોઇએ. સાથે જ ગણેશ મંદિર જઈને ભગવાન સામે મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી જોઇએ. જેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.

ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર છે. ચોથના દિવસે ઘરમાં તેની સ્થાપના કરવી. ચોથના દિવસે આ યંત્રની સ્થાપના તથા પૂજા કરવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. આ યંત્રના ઘરમાં રહેવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી અને એ હંમેશા સકરાત્મક ઉર્જા ઘર માં બનાવી રાખે છે.

જો તમારા ઘર માં ધન ને લગતી મુશ્કેલીઓ હોય અને તમે એને દૂર કરવા માંગો છો તો ચોથના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ગોળનો પ્રસાદ ધરાવો. થોડી વાર પછી ઘી તથા ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

ચોથના દિવસે નજીકના કોઈ ગણેશ મંદિર જઈ ભગવાન ગણેશને 21 ગોળની ભેલી સાથે દૂર્વા રાખીને ચડાવો. આ ઉપાય કરવાથી ગણેશ પોતાના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે અને એમની કૃપા હંમેશા એમની પર બનાવી રાખે છે અને એમને ખરાબ સમય થી બચાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top