લોકો પોતાના દિવસની શરૂઆત એક કપ ચા ની સાથે કરે છે. ઘણા લોકોને ઊર્જા ચા થી જ મળે છે અને ચા વગર માનો તેમનો દિવસ જ શરૂ થતો નથી. ત્યારે આપણે નાના હતા ત્યારે આપણે ચા વિશે ઘણી વાતો કહેવામાં આવતી હતી.આવી જ વાત આપણે અહીં કરી રહ્યા છીએ કે, ચા (Tea) પીશો તો કાળા થઈ જશો, આ વાત તમને ઘરમાં કોઈને કોઈ સમયે કહી હશે અને તમને ચા પીવાથી રોકવામાં આવ્યા હશે. પરંતુ શું તમે તેની પાછળનું સત્ય જાણો છો? શું ખરેખર આપણે ચા પીવાથી કાળા થઈ શકીએ છીએ. આ સમાચારમાં જાણો કે શું વિજ્ઞાન (Science) માં આ વાતના પુરાવા છે કે આપણે ચા પીવાથી કાળા થઈ શકીએ (Can We Turn Black By Drinking Tea) છીએ.
શું ચા પીવાથી કાળો થઈ જશે રંગ?
જણાવી દઈએ કે આપણા શરીરની ત્વચાનો રંગ (Skin Colour) મેલાનિન (Melanin) જેનેટિક્સ પર આધાર રાખે છે. આના કારણે જ આપણો રંગ ગોરો, કાળો કે શ્યામ હોય છે. રિસર્ચ મુજબ ચા પીવાથી આપણો રંગ જરાય કાળો થતો નથી, પરંતુ તેનાથી વિપરિત જો આપણે યોગ્ય માત્રામાં ચા પીશું તો તે આપણા શરીરની ગંદકી દૂર કરે છે.
ચા ને લઈને કેમ બોલવામાં આવે છે જૂઠું?
ખરેખર ચા પીવાથી રંગ કાળો થઈ જાય છે, આ જુઠ્ઠાણું એટલા માટે ફેલાવવામાં આવ્યું હતું જેના કારણે નાના બાળકો ચા ન પીવે. ચામાં કેફીન હોય છે જે બાળકોના મગજને અસર કરી શકે છે.
ચા પીવાના ફાયદા (Tea Benefits)
નોંધનીય છે કે ચામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. એન્ટિઓક્સિડન્ટ્સ આપણા શરીરમાં ફ્રી રેડિકલની અસરને ઓછી કરે છે. ચા સહિત એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ખોરાક ખાવાથી શરીરને ફાયદો થાય છે. હૃદયરોગ, કેન્સર અને વૃદ્ધત્વની સમસ્યાઓનું જોખમ ઘણી હદ સુધી ઓછું થઇ જાય છે.
ચા પીવાના ગેરલાભ (Tea Disadvantage)
જો કે, ચા પીવાના ગેરફાયદા પણ છે. જો તમે ખાલી પેટ ચા પીતા હોવ તો સાવધાન થઇ જાવ. ચા પિત્તના રસની રચનાની પ્રક્રિયાને અસર કરે છે. પિત્તના રસના અભાવે પાચન બરાબર થતું નથી. ખાલી પેટ ચા પીવાથી હાઈપર એસીડીટી અને અલ્સરનું જોખમ પણ હોય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો.