શું આપ પણ મેળવવા માંગો છો સ્લિમ કમર, લીંબુ અને મધના સેવનથી મેળવી શકશો સ્લીમ કમર
શું આપ કમર ઉતારવા માગો છો ?
આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું અને માત્ર કામ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. અને ભારે ખોરાક લેતા હોય છે. જેના કારણે કમરનો ભાગ વધવા લાગે છે. આ સમસ્યાથી ઘણા લોકો હેરાન પરેશાન છે. પરંતુ જો તમે પણ આ સમસ્યાને કારણે હેરાન થાવ છો. તો તમે જરૂરથી વાચો કે કેવી રીતે કમરનો ભાગ ઓછો કરી શકાશે.
પ્રાકૃતિક ખાદ્ય પદાર્થનું સેવન કરો
જો તમે પોતાની કમર ઓછી કરવા માગતા છો. તો તમારે પિઝા બર્ગર અને બહારનું ખાવાનું છોડીને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થનું સેવન કરવું પડશે. જેના દ્વારા તમે તમારી કમર ઉતારી શકશો. ખાસ કરીને તમે પેટ ઉતારવા માગો છો તો તમારે લીંબુ અને કાળા મરચાનું ખાસ રીતે સેવન કરવું પડશે. જેનાથી તમારી કમરનો અને પેટનો ભાગ સરળતાથી ઉતારી જશે
લીંબુ અને કાળા મરચા સિવાય મધનો પણ ઉપયોગ કરો
પેટના ભાગની ચર્બીને કાપવા માટે મઘનો ઉપયોગ પણ ઘણો ફાયદકાર છે. મધના ઉપયોગથી જો તમને કબજિયાતની સમસ્યા હશે તો તેમાથી છૂટકારો મળી રહશે. અને તમારુ પેટ પણ સાફ રહેશે. પરંતુ આ બધીજ વસ્તુનું સેવન તમે કેવી રીતે કરો છો. તે પણ ખુબ મહત્વનું છે
કેવી રીતે કરશો સેવન ?
એક ગ્લાસ પાણીમાં 1 લીબું પહેલા નીચવી નાખો અને બાદમાં તેમા અડધી ચમચી કાળું મરચું નાખો. અ બંને ભેગું કર્યા બાદ તે ગ્લાસમાં 1 ચમચી મધ નાખી અને યોગ્ય રીતે ગ્લાસમાં તે પાણીને હલાવો. અને 2 કે 3 મીનીટ બાદ તે પાણીને તમે ગટગટવી જાવ. પરંતુ દિવસમાં કયા સમયે આ પાણીને પિવું તે પણ મહત્વનું છે
સવારના સમયે ખાલી પેટે સેવન કરવું
લીંબુ , મધ, અને કાળું મરચું ગ્લાસમાં નાખીને તમારે પીવું પડશે. પરંતુ આ પાણી તમારે સવારના સમયે ખાલી પેટે પીવાનું રહેશે જમ્યા પછી કે રાતના સમયે નથી પિવાનું. અને જો તમને સવારના સમયે વહેલા ઉઠવાની આદત નથી તો તમારે દીવસમાં બે વાર લીંબુ પાણી પીવું જોઈએ.
ઠંડા પાણીમાં લીંબુ નાખીને ન પીતા
ઠંડા પાણી સાથે લીંબુ નાખીને પીશો તો તમારા શરીરમાં કોઈ ફેર નહી પડે. જેથી તમારે સાદા પાણીમાં કે ગરમ પાણીમાંજ લીંબુ નાખીને પીવું પડશે. જોકે ગરમીની સીઝનમાં તમે ઠંડા પાણીમાં પી શકશો. પરંતુ ચોમાસામાં કે શીયાળામાં ગરમ પાણીમાં પીવાથી વધારે ફાયદો થાય છે.