ગણેશજી નું હાથી જેવું શીશ હોવાને કારણે એમને ગજાનન પણ કહેવામાં આવે છે. અને હિન્દૂ ધર્મ માં કોઇ પણ શુભ કાર્ય માં પ્રથમ પૂજવામાં આવે છે. પણ ઘણા લોકો ને એ જાણ નથી કે ગણપતિ નું હાથી નું જ મસ્તક કેમ છે અને જો તમે ન જાણતા હોય તો જાણી લો આ લેખ માં.
આપણે ત્યાં ગણેશજી ના મસ્તક નો ઘણા પુરાણો, ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણેશના નામકરણ વિશે પુરાણોના અભ્યાસુ દેવદત્ત પટ્ટનાયક તેમના પુસ્તક 99 થોટ્સ ઓન ગણેશામાં પણ કર્યો છે, અને એ કહે છે કે આશરે ઇશુના 500 વર્ષ પહેલા માનવ-ગૃહ-સૂત્રો લખાયેલા તેમાં વિઘ્નો ઉભા કરનારા ચાર ભગવાનના સમુહને વિનાયકો કહેવાયા છે.
યાજ્ઞવલ્કય સ્મૃતિમાં લખ્યુ છે કે મુશ્કેલી ઉભી કરનાર ભગવાન વિઘ્નકર્તા છે જેમને વિનાયક કહેવામાં આવે છે. આ આ હાથી ના મસ્તક દ્વારા ગણેશજી ને ચતુર ગણવામાં આવે છે. વામન પુરાણમાં વિનાયક નામ ઉમા માણસ વગર બાળક ઉત્પન્ન કરે છે તેની વાર્તા પરથી આવ્યું. તેમાં વિઘ્નકર્તા વિનાયક વિઘ્નહર્તા બની ગયા.
ઇસવીસન પૂર્વ 326 માં સિકંદરે ભારત પર ચઢાઈ કર્યા પછી ઘણા ઇન્ડો-ગ્રીક ભારતમાં વસી ગયા. ગ્રીકોએ ભારતમાં આવતા પહેલા ઇજીપ્ત જીતી લીધુ હતું. ઇજીપ્તમાં પ્રાણીના માથાવાળા ભગવાનો હતા. જેવા કે ગરુડના માથાવાળા હોરસ, બકરાના માથાવાળા થોથ અને શિયાળના માથાવાળા અનુબીસ.
કદાચ અહીંથી હાથીના માથાવાળા ગણેશનો વિચાર ઉદ્દભવ્યો હશે, ગ્રીકોના આગમન પહેલા ભારતમાં પ્રાણીઓના માથાવાળા ભગવાન નહોતા. જેના નામ ઉપરથી જાન્યુઆરી મહિનાનું નામ પડ્યુ તે રોમન ભગવાન જેનસ સાથે ગણેશનું ઘણુ સામ્ય છે.
શિવને પિતા બનવું નહોતું અને શક્તિને માતા બનવું હતું અને દુન્વયી વસ્તુઓ સાથે જોડાવું હતું. તેઓ જાણતા હતા કે આમ કરવામાં શિવજીનો સહકાર નહી મળે.યોગી અને ગૃહસ્થ, દેવ અને દેવી વચ્ચેના તણાવમાંથી ગણેશ જન્મ્યા. તેમનું પ્રાણીનું માથું ભૌતિક આનંદ અને મનુષ્યનું શરીર આધ્યાત્મિક શાંતિ દર્શાવે છે. આમ, ગણેશમાં ભૌતિક આનંદ અને આધ્યા ત્મક ડહાપણ સંતુલન મેળવે છે.
ગણેશના ઉદ્દભવની અનેક કથાઓ છે. બૃહદધર્મ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે શિવજીએ એક કપડું લીધુ અને તેમાં ગાંઠોવાળી અને છેવટે હાથીના મસ્તકવાળી ઢીંગલી ભગવતી કાલીને ખુશ કરવા બનાવી. કાલી આ ઢીંગલીને સ્તન સમીપ લઈ ગયા અને જેમાં જીવનો સંચાર થયો. આમ ગણેશનો જન્મ થયો. ગણેશના જન્મથી કાલી ગૌરીમાં બદલાઈ ગઈ.
બીજી કથા પ્રમાણે, શિવજી પાસે રાક્ષસી હાથી ગજાસુરના જંગલી સ્વભાવ માટે ધીરજ નહોતી તેથી તેમણે તેને જીવતો ફંગોળ્યો, તેના માથા પર નૃત્ય કર્યુ અને તેની ચામડીમાંથી ઝભ્ભો બનાવ્યો. રાક્ષસને માર્યા પછી શિવજીએ શક્તિના પુત્રને જીવિત કરવા આ મસ્તકનો ઉપયોગ કર્યો. દક્ષિણની પ્રણાલિકા પ્રમાણે ગણેશ પોતે જ હાથીના મસ્તકવાળા રાક્ષસ ગજાસુરનો વધ કરે છે.
ત્રીજી કથા પ્રમાણે,ક્ષીર-સાગરના મંથનમાંથી સફેદ રંગનો ઐરાવત હાથી મળ્યો. તે ઇન્દ્રનું વાહન બન્યો. ઐરાવત વરસાદ અને ફળદ્રુપતા સાથે જાડાયેલો છે. આ હાથીનું માથું ગણેશનું સર્જન કરવામાં વપરાયું. બંગાળમાં ગણેશની મુર્તિમાં માથાનો રંગ સફેદ હોય છે.
બૃહદધર્મ પુરાણમાં કહ્યુ છે કે શિવજીએ નંદીને ઉત્તર દિશામાંથી માથુ લાવવા કહ્યુ ત્યારે નંદીને હિમાલયની તળેટીમાં ઐરાવત મળી ગયો અને નંદીએ તેનું માથું વાઢી લીધું. ગણેશોત્સવ વર્ષાઋતુના અંતમાં ઉજવવામાં આવે છે. જે ગણેશ, વરસાદ અને હાથી વચ્ચેનો ગાઢ સંબંધ દર્શાવે છે.
શક્ય છે કે મનુષ્યના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડવાનું ત્યારના મેડિકલ સાયંસના સંશોધન પ્રમાણે પ્રત્યારોપણ માટે યોગ્ય ગણાતું હોય કારણ હાથી શાકાહારી છે પ્રાણીજગતમાં ચતુર અને બુધ્ધિશાળી ગણવામાં આવે છે. ઉપરાંત તાકાતથી ભરપૂર, મજ્બૂત અને જાજરમાન –પ્રતિભાશાળી વ્યકતિત્વ ધરાવે છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે.