જો તમે વધુ ભણેલા નથી તો પણ તમે કમાણી કરી શકો છો, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તમને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી ખોલવાની તક આપી રહ્યું છે કે જેનાથી તમે મોટી કમાણી કરી શકો છો.
બેરોજગાર યુવાનો અને પાર્ટ ટાઇમ વધુ ઇન્કમ કરવા ઇચ્છતા લોકો માટે એક ગુડ ન્યૂઝ છે. દેશમાં સૌથી મોટા નેટવર્ક સ્તરે પથરાયેલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક સુંદર તક આપવામાં આવી રહી છે કે જેનાથી કમાણી કરી શકાય એમ છે. ઇન્ડિયા પોસ્ટની ફ્રેન્ચાઇઝી લઇને તમે તમારો બિઝનેશ શરૂ કરી શકો છે.
જો તમે ઓછું ભણેલા છો તો પણ તમે સારી કમાણી શકો છો. અહીં નોંધનિય છે કે, દેશભરમાં 1 લાખ 55 હજાર જેટલી પોસ્ટ ઓફિસ છે. આમ છતાં ડિમાન્ડ અકબંધ છે. કારણ કે પોસ્ટ ઓફિસ ગ્રામ્ય સ્તરથી લઇને મેટ્રો સિટી સુધી પથરાયેલ છે.
શું છે ઇન્ડિયા પોસ્ટનું ફ્રેન્ચાઇઝી મોડલ?
ઇન્ડિયા પોસ્ટે કેટલાક સમય પહેલા ફ્રેન્ચાઇઝી મોડલ તૈયાર કર્યું છે. જે અંતર્ગત લોકોને ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરવા માટે આમંત્રિત કરાય છે. જેમાં વ્યક્તિગતથી લઇને ગ્રુપ, સંસ્થા સહિત પ્રકારની અલગ અલગ ફ્રેન્ચાઇઝી લઇ શકાય છે. જો તમે પહેલાથી કોઇ વ્યવસાય કરી રહ્યા છો તો તમે ત્યાં પણ ઇન્ડિયા પોસ્ટનું આઉટલેટ ખોલી શકો છો. આ ઉપરાંત નવા બની રહેલ ટાઉનશીપ, સ્પેશિયલ ઇકોનોમી ઝોન, નવા ઇન્ડ્રસ્ટીયલ સેન્ટર, કોલેજ, પોલિટેકનિક્સ, યુનિવર્સિટી, પ્રોફેશનલ કોલેજ સહિત ફ્રેન્ચાઇઝી લઇ શકાય છે. ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષની હોવી જોઇએ અને ધો.8 પાસ હોવા જોઇએ.
પોસ્ટ ઓફિસમાં મળશે આ સર્વિસ અને પ્રોડક્ટ
સ્ટેશનરી, રજીસ્ટર્ડ આર્ટિકલ્સ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડરનું બુકીંગ, જોકે 100 રૂપિયાથી ઓચા મની ઓર્ડર બુક નહી કરી શકાય, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (PIL) માટે એજન્ટની જેમ કામગીરી કરશે. સાથોસાથ એની સાથે જોડાયેલ ઓફ્ટર સેલ સર્વિસ જેવા પ્રીમિયમનું કલેકશન પણ ઉપલબ્ધ કરાવાશે. બિલ, ટેક્સ, દંડ સહિતનું કલેકશન અને પેમેન્ટ જેવા રિટેલ, ઇ-ગવર્નેસ અને સિટિઝન સેંટ્રિક સર્વિસ, એવી પ્રોડક્ટનું વેચાણ કરી શકાશે જે ડિપાર્ટમેન્ટના નિયમોની મર્યાદામાં હશે.
કેવી રીતે થાય છે પસંદગી?
ફ્રેન્ચાઇઝી આપવાની પ્રક્રિયા જે તે વિસ્તારની સંબંધિત ડિવિઝનલ હેડ ઓફિસ દ્વારા કરવામાં આવે છે. અરજી મળ્યા બાદ 14 દિવસની અંદર ASP/SDI ના રિપોર્ટને આધારિત હોય છે.
કોણ લઇ શકે ફ્રેન્ચાઇઝી?
કમાણી કરવાની નવી તક સમાન ઇન્ડિયા પોસ્ટની આ ફ્રેન્ચાઇઝી માટે તમે 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઇએ તેમજ ઓછામાં ઓછું ધોરણ-8 પાસ હોવા જરૂરી છો. જ્યારે પોસ્ટ ઓફિસના કર્મચારી કે એમના પરિવારના સભ્યો એ ડિવિઝનલ વિસ્તારમાં ફ્રેન્ચાઇઝી લઇ શકતા નથી.
કેવી રીતે થાય કમાણી?
ફ્રેન્ચાઇઝીની કમાણી પોસ્ટલ સર્વિસ પર મળનાર કમિશનથી થાય છે. આ કમિશન કરાયેલ એમઓયૂને આધારે હોય છે. રજિસ્ટર્ડ આર્ટિકલ્સના બુકિંગ પર રૂ.3, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સની બુકિંગ પર 5 રૂપિયા, 100થી 200 રૂપિયાના મની ઓર્ડર પર 3.50 રૂપિયા, 200થી વધુના મની ઓર્ડર પર રૂ.5 કમિશન છે. ઉપરાંત રજીસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધુના બુકિંગ પર 20 ટકા વધારાનું કમિશન મળે છે. પોસ્ટલ સ્ટેમ્પ, પોસ્ટેલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મના વેચાણ પર વેચાણ કિંમતના 5 ટકા, રેવેન્યૂ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રૂમેન્ટની સ્ટેમ્પ સહિતના વેચાણ પર 40 ટકા સુધી કમિશન મળી શકે છે.