Gujarat

ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીની કીડની જ કાઢી લેવાઈ, હવે હોસ્પિટલને ચુકવવા પડશે આટલા લાખ

ગુજરાતમાં એક હોસ્પિટલમાંથી ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન દ્વારા બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, એક દર્દી આ હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ થયો હતો પરંતુ ડોક્ટર દ્વારા ડાબી કિડની જ કાઢી લેવામાં આવી હતી. કિડની વગર આ દર્દીનું ચાર મહિનામાં જ મોત થઈ ગયું હતું.

આ બાબતમાં કન્ઝ્યુમર કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ કર્મચારીના બેદરકારી ભરેલા કૃત્ય માટે હોસ્પિટલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર રહેલ છે અને આ કેસમાં એ ઓપરેટિંગ ડોક્ટર રહેલ છે. જ્યારે ‘એમ્પ્લોયર માત્ર પોતાના કામ, કમિશન કે અવગણના બાબતે જવાબદાર નથી, પરંતુ પોતાના કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર છે કેમકે કોઈ ઘટના એમ્પલોયમેન્ટના કોર્સ અને સ્પેસમાં જ બને છે. આ જવાબદારી ‘રિસ્પોન્ડન્ટ સુપીરિયર’ એટલે કે ‘માલિક જવાબદાર છે’ એ મુજબ નક્કી કરાઈ છે.’ તેની સાથે હોસ્પિટલને 2012 થી 7.5% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કેસની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વાંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલને તીવ્ર કમરનો દુખાવો અને યુરિન પાસમાં મુશ્કેલી થતા બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલના ડો. શિવુભાઈ પટેલની સલાહ લેવામાં આવી હતી. જેમાં મે 2011 માં તેમની ડાબી કિડનીમાં 14 mm ની પથરી હોવાનું સામે આવ્યું હતું. રાવલને વધુ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ અપાઈ હતી પરંતુ તેમણે આ જ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું નક્કી કરી લીધું હૂત.

3 સપ્ટેમ્બર, 2011 ના દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટર દ્વારા જ્યારે સર્જરી બાદ દર્દીના પરિવારને કહેવામાં આવ્યું કે પથરીની જગ્યાએ આખી કિડની જ કાઢવામાં આવી ત્યારે પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ દર્દીના હિત માટે જ કરવામાં આવ્યું છે.

તેની સાથે રાવલને યુરિન પાસ કરવામાં વધુ મુશ્કેલી ઊભી થઈ તો તેને નડિયાદની કિડની હોસ્પિટલમાં દાખલ થવાનું કહેવાયું હતું. તેના પછી તેમની સ્થિતિ વધુ બગડતાં અમદાવાદની IKDRC માં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જાન્યુઆરી 8, 2012ના મૂત્રપિંડ સંબંધિત કોમ્પ્લીકેશન થતાં દર્દીનું મોત થઈ ગયું હતું.

જ્યારે દર્દીના પત્ની મીનાબેને નડિયાદની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનનો આ બાબતમાં સંપર્ક કર્યો હતો અને ફોરમે 2012 માં ડોક્ટર, હોસ્પિટલ અને યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કો. લિમિટેડને તબીબી બેદરકારી દાખવવા બદલ 11.23 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker