પાકિસ્તાનમાં એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટનો એક્સ-રે જોઇ ડોક્ટરોના ઉડી ગયા હોશ

પાકિસ્તાનમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ડોક્ટરોની ટીમે એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી ઇલેક્ટ્રિક કેબલ કાઢી નાખ્યો છે. આ બધું ત્યારે થયું જ્યારે તે વ્યક્તિએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં આ 18 સેમી કેબલ ઈરાદાપૂર્વક નાખ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિએ આવું એટલા માટે કર્યું કારણ કે તેને કેટલાક સમયથી પેશાબ કરવામાં તકલીફ થઈ રહી હતી.

ખરેખરમાં આ ઘટના પાકિસ્તાનના કરાચીની છે. ડેઈલી મેલના એક અહેવાલ મુજબ આ વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે, આ વ્યક્તિને કેટલાક સમયથી પેશાબની સમસ્યા હતી. આને સુધારવા માટે તેણે મૂત્રમાર્ગમાં 18 સેમી લાંબો વાયર નાખ્યો હતો, પરંતુ તે અંદર જ ફસાઈ ગયો હતો. આ ઘટના બાદ વ્યક્તિને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે આ વ્યક્તિને દુખાવો થયો તો તે ડોક્ટર પાસે ગયો હતો. ત્યાં તેની તપાસ કરવામાં આવી અને એક્સ-રે કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જોયું કે તેના પ્રાઈવેટ પાર્ટમાં કંઈક ફસાઈ ગયું છે. ડોક્ટરોએ એક્સ-રે જોયો તો તેઓના હોંશ ઉડી ગયા હતા. હાલમાં તે વ્યક્તિ પર તાત્કાલિક સર્જરી કરીને તેને દૂર કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોની ટીમે જણાવ્યું કે આ કારણે વ્યક્તિનું મોત થઈ શકે છે.

આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી કે કોઈ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય. થોડા સમય પહેલા બ્રાઝિલમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ડોક્ટરોની ટીમે એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી એક્સરસાઇઝ કરતી ડમ્બેલ કાઢી હતી. તે વ્યક્તિએ જાણીજોઈને આ બે કિલોના ડમ્બેલને તેના પ્રાઈવેટ પાર્ટમાં નાખી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિએ સેક્સ્યુઅલ પ્લેઝર માટે આવું કર્યું હતું.

Scroll to Top