પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાની એક હોસ્પિટલમાંથી સર્જરી દરમિયાન એક આશ્ચર્યચકિત કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જોઈને ડૉક્ટરો પોતે પણ ખૂબજ હેરાન થઈ ગયા હતા. જ્યારે એમણે એક વ્યક્તિના પેટ મા સર્જરી દરમિયાન 250 ખિલ્લા 35 જેવા સિક્કા અને સ્ટોન ચિપ્સ મળી આવ્યા.
જાણકારી અનુસાર માનસિક સ્થિતિ સારી ના હોવાના કારણે આ આ વ્યક્તિ છેલ્લા 15 વર્ષ થી આ ખિલ્લાઓને આરોગી રહ્યો હતો.
આ કિસ્સો વર્ધમાન મેડિકલ કોલેજની હોસ્પિટલનો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે, ડૉક્ટર દ્રારા હાલમાં આ વ્યકિતની હાલત સ્થિર બતાવામાં આવી રહી છે, હોસ્પિટલ સૂત્રો અનુસાર, આ વ્યકિતનું નામ શેખ મોઇનુદ્દીન છે, જે મંગલકોટ એરિયાનો રહેવાસી છે
પેટમા અસહ્ય દુખાવો થવાના કારણે મોઇનુદ્દીન એ છેલ્લા શનિવારથી ખોરાક લેવાનુ બંધ કરી નાખ્યુ હતુ જેના કારણે તેને તાત્કાલિક વર્ધમાનના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. આ સમય દરમિયાન જ x-ray પરથી જાણવા મળ્યું કે તેના પેટમાં ખીલ્લાઓ છે
હોસ્પિટલ તરફથી એવુ જણાવવામાં આવ્યુ કે સર્જરીના લાખો રુપિયા થશે ત્યારે મોઇનુદ્દીનના પરીવારે એમને વર્ધમાન મેડિકલ કૉલેજમાં દાખલ કરાવ્યો હતો. ત્યાં હોસ્પિટલના અધિકારીઓ દ્રારા સર્જરી માટે એક ખાસ મેડિકલ ટીમ ઊભી કરવામા આવી અને ત્યાર બાદ ડૉક્ટરોની ટીમે એ વ્યક્તિના પેટમાંથી 250 ખીલ્લા 35 સિક્કા અને પથ્થર નિકળ્યા હતા.