પાડોશીઓ પાસેથી ખાવાનું માંગવા માટે કૂતરાએ ચાલી ગજબ ચાલ, ઘરની બહાર ઉભા રહીને કરી આવી હરકત – જુઓ VIDEO

જો તમને પણ કૂતરા ગમે છે, તો અમને આશા છે કે તમને અમારો આ વીડિયો ગમશે. કુતરાના રમુજી અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે જે આપણને વારંવાર જોવાનું ગમે છે. હવે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમારો દિવસ બની જશે. કારણ કે આ વીડિયો ખુબ જ ક્યૂટ છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે કૂતરો ભૂખ્યો હોય છે, ત્યારે તે તેના પડોશીઓ પાસેથી ખાવાનું માંગવા માટે શું મજાની હરકત કરે છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામના એક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જે મેક્સિમસ અને માયા નામના બે કૂતરાને સમર્પિત છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, મેક્સ પાડોશીના ઘરે સ્કૂબી સ્નેક્સ માટે ડાન્સ કરશે.

વીડિયો જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Maximus (@labradoggerz)

થોડા દિવસો પહેલા વીડિયો પોસ્ટ કર્યો હતો. શેર કરવામાં આવી ત્યારથી, વીડિયો 22 હજારથી વધુ વખત જોવાયો છે. લોકોએ આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ કૂતરાની રમૂજી ચાલ માટે તેની પ્રશંસા પણ કરી છે.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “મેં આ અઠવાડિયે જોયેલી આ સૌથી સારી વસ્તુ છે. તે ખૂબ જ સુંદર છે, કાશ હું પાડોશી હોત, હું તેને દરરોજ કૂકીઝ આપતો.” બીજાએ લખ્યું, “તમારા કૂતરાઓને પ્રેમ કરો.” ત્રીજા યુઝરે લખ્યું, “આ ખૂબ જ સુંદર છે.”

Scroll to Top