રાજકોટમાં ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે. રાજકોટમાં ડોમિનોઝ પીઝામાં નોકરી કરનાર યુવતી પર મેનેજર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પીઝા સેન્ટરના મેનેજર મૂળ ઉત્તર પ્રદેશના મથુરા પ્રાંતના છે. તેના દ્વારા એક વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની હવસને સંતોષી હતી. તેમ છતાં જ્યારે લગ્નની વાત સામે આવી ત્યારે મેનેજર યુવતીને તરછોડી દીધી હતી. તેની સાથે તે ફરાર પણ થઈ ગયો હતો.
આ ઘટનામાં ભોગ બનનાર યુવતી દ્વારા માલવિયાનગર પોલીસમાં એટ્રોસિટી હેઠળ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દુષ્કર્મની ફરિયાદના આધારે રાજકોટ એસટીએસસી સેલના એસપીને તપાસ સોંપાઈ છે. જેમાં મૂળ ઉતરપ્રદેશના મથુરાના વતની ડોમિનોઝ પીઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માનું નામ સામે આવ્યું છે.
આ વિશે મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટમાં ડોમિનોઝ પીઝામાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવનાર માંગરોળની યુવતી દોઢ વર્ષ અગાઉ જ રાજકોટ આવી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પીઝામાં તેને નોકરી મળી હતી અને ગાંધીગ્રામમાં રૂમ ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. યુવતીના પરિચયમાં પીઝા સેન્ટરના મેનેજર મૂળ યૂપીના મથુરાના વતની ઉમેશ શર્મા આવ્યા હતા. ત્યાર બાદ પરપ્રાંતીય ઉમેશ શર્માએ યુવતી પર નઝર બગાડી હતી. યુવતીને કોઈને કોઈ કારણસર ઉમેશ પોતાની પાસે બોલાવતા હતા.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, પીઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માએ યુવતીને કોલ્ડ રૂમમાં બળજબરી રીતે તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા જ્યારે મેનેજરને સેક્સ માટે ના પાડવામાં આવતા તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. તેની સાથે તેણે જણાવ્યું કે, જો તે સંબંધ રાખશે તો તેની સાથે લગ્ન કરશે તેવું કહ્યું હતું. અંતે યુવતીએ નોકરી બચાવવા લાયે ઉમેશ શર્માના પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી.