આજે અબ્દુલ કલામ નો જન્મદિવસ છે ત્યારે અમે તમે તેમના જીવન ના ખાસ સૂત્રો વિશે જણાવીશું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 27 જુલાઈ 2015 ના રોજ થયું હતું.
મિસાઈમેનના નામથી તેઓ દુનિયામાં જાણીતા થયા હતા. ડો. અબ્દુલ કલામે યુવાનો માટે અનેક એવા સક્સેસ મંત્રો આપ્યા છે, જેને અપનાવવાથી કોઈપણ વ્યક્તિનું જીવન અને વિચારો બદલાઈ શકે છે. સાથે જ કોઈપણ વ્યક્તિ સફળ બની શકે છે.
જાણો તેમના 10 સક્સેસ મંત્ર.
એક મૂર્ખ જિનિયસ બની શકે છે, જો તેવું સમજતો હોય કે તે મૂર્ખ છે, પરંતુ એક જિનિયસ મૂર્ખ બની શકે છે, જો તે એવું સમજતો હોય કે તે જિનિયસ છે.
સપનાઓ સાચા પડે તે પહેલાં તમારે સપના જોવાનું શરૂ કરવું પડશે. સપના એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, સપના એ હોય છે જે તમને સૂવા ન દે.
રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે, જેટલું પ્રયત્ન કરનારાઓ છોડી દે છે.
સારું પુસ્તક હજારો મિત્રોની ગરજ સારે છે. એક સારો મિત્ર એક લાઈબ્રેરીની ગરજ સારે છે.
જીવનમાં કઠિનાઈઓ આપણને બરબાદ કરવા નથી આવતી, પણ તે આપણામાં છુપાયેલી પ્રતિભા, સામર્થ્ય અને શક્તિને બહાર કાઢવામાં મદદ કરે છે.
આત્મવિશ્વાસ અને કઠોર મહેનત, નિષ્ફળતા નામની બીમારી ને મારવા માટે સૌથી સારી દવા છે. તે તમને એક સફળ વ્યક્તિ બનાવે છે.
તમે તમારું ભવિષ્ય નથી બદલી શકતા, પરંતુ તમે પોતાની આદતો બદલી શકો છો. તમારી આદતો નિશ્ચિત રીતે તમારું ભવિષ્ય બદલી દેશે.
તમારી પહેલી સફળતા પછી આરામ ન કરો, કારણ કે જો તમે બીજી વખતે નિષ્ફળ થઈ ગયા તો અનેક લોકો એવું કહેવામાં વાર નહીં લગાડે કે તમારી પહેલી સફળતા એક તુક્કો હતી.
કોઈને હરાવવા ખૂબ જ આસાન છે, પરંતુ કોઈને જીતવા ખૂબ જ મુશ્કેલ હોય છે.
શિખર પર પહોંચવા માટે સામર્થ જોઈએ. પછી તે માઈન્ટ એવરેસ્ટનું શિખર હોય કે પોતાના કરિયરનું.આ મંત્રો એ ઘણા લોકો નું જીવન બદલી નાખ્યું હતું.કદાચ તમને પણ જીવનમાં આ સૂત્રો કામ આવશે.