નવી દિલ્લી: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ ગયો છે, મોટા ભાગના રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરી દેવમાં આવી છે. નીતિ આયોગ અને નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.વીકે પૉલે કહ્યું છે કે, અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, પરંતુ તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી હતી કે, કોઈ બેદરકારી ન થવી જોઈએ, નહીં તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. ડો.પોલે માસ્કના ઉપયોગ પર મહત્તમ ભાર આપ્યો છે.
તેમણે કહ્યું, ‘રાષ્ટ્રીય સીરો સર્વે માટેની તૈયારી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ મહિનામાં કામ શરૂ કરવામાં આવશે. જેથી જાણી શકાશે કે, દેશમાં ચેપ કેટલો પહોંચ્યું છે. રાજ્યોએ પણ સેરો સર્વે કરવાની જરૂર છે. તેમજ વાયરસના પરિવર્તન પર પણ નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રસીકરણ અંગે તેમણે કહ્યું કે, એક કે બે દિવસમાં આ આંકડો 25 કરોડના ડોઝ સુધી પહોંચી જશે. જેમણે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, તેઓએ પણ નિર્ધારિત સમય મુજબ બીજો ડોઝ લેવો જોઈએ.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું છે કે, રાજ્યોને આરોગ્ય સંભાળ કામદારો અને ફ્રન્ટલાઈન કામદારોને બીજા ડોઝને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે. ઓછા કેસોનો અર્થ એ નથી કે વાયરસ ગયો છે.
હજી સુધી 24.61 કરોડ કોવિડ રસી ડોઝ આપવામાં આવી છે. આરોગ્ય કાર્યકરો, ફ્રન્ટ લાઇન કામદારોની પ્રથમ માત્રા પર સારું કાર્ય કરવામાં આવ્યું હતું, હવે અમારું લક્ષ્ય એ હોવું જોઈએ કે તેઓને સમયસર બીજી માત્રા મળી રહે. 3 મેના રોજ, દેશમાં રિકવરી રેટ 81.8% હતો, હવે રિકવરી રેટ 94.9% સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,34,580 રિકવરી થઈ છે. 4 મે સુધી દેશમાં આવા 531 જિલ્લાઓ હતા, જ્યાં રોજ 100થી વધુ કેસ નોંધાયા હતા, હવે આવા 196 જિલ્લાઓ છે.