જોઈલો આ ચા બનાવવાનો વિડિઓ, આ પિન્ક ડ્રેગનફ્રુટ વાળી ચા જોઈને તમારા હોશ પાણી ઉડી જશે

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ચામાં ડ્રેગન ફ્રુટ નાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ જોઈને બાદ ચા પ્રેમીઓનો મૂડ ખરાબ થઈ ગયો છે.

જ્યાંરે પણ ચાની વાત આવે છે, ત્યાંરે ચા પ્રેમીઓને આખા વિશ્વની ખુશી માત્ર એક ચાના કપમાં દેખાય છે. ચાના શોખીનોની વાત જ અલગ છે, કોઈને કોઈ બહાને તે લોકો ચા પીવા માટે નું બહાનું ગોતતા હોય છે. અલગ-અલગ લોકોને અલગ-અલગ ચા ગમે છે, કોઈને ઈલાયચી જેવી, કોઈને મસાલા ચા જેવી અને તેની એક ચુસ્કી તમારા આખા મૂડને ફ્રેશ કરી શકે છે પરંતુ જો તેના સ્વાદમાં ફેર પડે તો મૂડ બગડી જાય છે. આવી જ એક ચાનો વીડિયો આજકલ ખુબ ચર્ચા માં છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાંગ્લાદેશનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં બજારોમાં એક ચાવાળાએ ચાની અંદર ડ્રેગન ફ્રુટ નાખીને એવી ચા બનાવી છે અને હા, આ ચા જોઈને જ ઘણા ચા પ્રેમીઓએ માથું પકડી લીધું છે કારણ કે આ ચા એવી છે કે તમે ભાગ્યે જ તેના વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે!

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ચા વેચનાર સામાન્ય રીતે ચા બનાવે છે પરંતુ તે પછી તે ચમચી વડે ડ્રેગન ફ્રૂટને ચામાં મિક્સ કરે છે અને બાદમાં તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને સર્વ કરે છે. જેના કારણે ચાનો રંગ સંપૂર્ણપણે ગુલાબી થઈ જાય છે. તેને પીનારા જ તેનો ટેસ્ટ સમજે છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખ્યા ત્યાં સુધી હજારો લોકોએ તેને જોયો છે અને પસંદ કર્યો છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભાઈ, ગુલાબી ચા સારી હતી. પણ એમાં ડ્રેગન ફ્રુટ કોણ ઉમેરે ભાઈ..! જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ધારો કે ડ્રેગન ફ્રુટ હેલ્ધી છે પણ તેને ચામાં નાખીને કોને પીવું ગમશે. અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘ભાઈ, થોડું ઝેર પણ લો, તેના વધારાના પૈસા લઈ લો.’

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો