મુન્દ્રા બંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. DRI ને મોટી સફળતા સામે આવી છે. મુન્દ્રા બંદરથી અંદાજીત બે હજાર કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હોવાની જાણકારી સામે આવી છે. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે.
મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ દ્વારા કાર્યવાહી હાથ ધરતા 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બાબતમાં માહિતી મુજબ, આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક પેઢીએ કસ્ટમના ચોપડે ટેલકમ પાવડરનો કાર્ગો ડિકલેર કરવામાં આવો હતો જે ઈરાનના બંદર પરથી લોડ કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ એફએસએલની ટીમો દ્વારા સ્થળ પર તપાસમાં હેરોઈન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
બે કન્ટેનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. આ હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું અને કંદહારની એક્ષ્પોર્ટર પેઢીએ માલ લોડ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે. તેની સાથે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને આવેલા પાઉડરના ચાર કન્ટેનરમાં માદક પદાર્થ હોવાની DRI દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ તમામ કન્ટેનરની તપાસ માટે લગભગ 8 જેટલી એજન્સીઓ દ્વારા કામ કરી રહી હતી. જ્યારે હવે ફોરેન્સીક વિભાગ આ પાઉડરના જથ્થાની ચકાસણી કરવામાં આવશે. જ્યારે આ સમગ્ર ઘટનામાં ડીઆરઆઈ દ્વારા ગુપ્તરીતે તપાસ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે આ પ્રકરણમાં બેદરકારી અને સંડોવણી બદલ સ્થાનિક કસ્ટમ તંત્ર પર કાર્યવાહી થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભારતીય જળ સીમાએ સુરક્ષા વ્યવસ્થા સંઘન કરવા આવ્યા બાદ આ રીતે ગેરકાયદેસર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ચર્ચા શરુ થઈ ગઈ છે.