મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા પોલીસ અધિકારીના ડ્રાઈવરે એવું ખરાબ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું કે તેની સામે કેસ નોંધવામાં આવ્યો અને તે ડ્રાઈવર હજુ ફરાર છે. ડ્રાઈવર પર આરોપ છે કે તેને મહિલા પોલીસ અધિકારીનો બાથરૂમમાં નાહતી (સ્નાન) કરતી વખતેનો વીડિયો બનાવ્યો છે. આ બધું ત્યારે થયું જ્યારે મહિલા પોલીસ અધિકારી બાથરૂમમાં હતી અને ડ્રાઈવરે ત્યાં મોબાઈલનો કેમેરો ફીટ કરી દીધો હતો.
ખરેખર, આ ઘટના ભોપાલની છે. એક રિપોર્ટ અનુસાર, આરોપી ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ છે અને તેની વિરુદ્ધ ભોપાલ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેસ નોંધ્યો છે. તેની શોધ ચાલુ છે. કોન્સ્ટેબલ પર આરોપ છે કે તેને સ્નાન કરતી વખતે મહિલા પોલીસ અધિકારીનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં, તેણે મહિલાને બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કર્યો છે, આરોપી કોન્સ્ટેબલની ઓળખ ભૂપેન્દ્ર સિંહ તરીકે થઈ છે.
રિપોર્ટ અનુસાર, આરોપી કોન્સ્ટેબલ મહિલા પોલીસ અધિકારી સાથે ડ્રાઈવર તરીકે પોસ્ટમાં હાજર હતો. તેને આ બધુ કૃત્ય ત્યારે કર્યું જ્યારે મહિલા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી અને તેણે દરવાજાની નીચે તરફ ક્યાંક મોબાઈલ રાખી દીધો હતો. અને તે જ સમયે, મહિલા પોલીસ અધિકારીને લાગ્યું કે તે સ્થળે કોઈ કેમેરો લગાવવામાં આવ્યો છે અને તેની શંકા સાચી પડી. તેને તેના બાથરૂમના દરવાજા નીચે મોબાઈલ કેમેરો જોયો, તે ત્યાંથી બહાર નીકળી આવી.
આ પછી તેનો ડ્રાઈવર તેને જોઈને જ ભાગી ગયો. મહિલા અધિકારીએ જણાવ્યું કે 26 સપ્ટેમ્બરે ડ્રાઈવર તેના ઘરે આવ્યો અને તેની પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરવા લાગ્યો અને જો તે આવું નહીં કરે તો તેને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપવા લાગ્યો. આ પછી મહિલા પોલીસ અધિકારીની શંકા સાચી પડી.
હાલમાં, આ ઘટના પછી, મહિલા અધિકારીએ એસપી હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો અને આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પણને પણ શામેલ કરવામાં આવી છે. આરોપી સામે બ્લેકમેલિંગ અને જબરજસ્તી ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ ટીમ આરોપીની શોધ કરી રહી છે, અધિકારીઓ સંબંધિત લોકોને પૂછપરછ પણ કરી રહ્યા છે.