લીંબુ રસના 2 ટીપા શું કોરોનાને સમાપ્ત કરી શકે છે? જાણો આ વાતની સચ્ચાઈ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ઘણાં એવા લોકો છે કે જેઓ ઘરે હોમ કોરેનટાઈન થઈને કોરોનાને હરાવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કોરોનાને હરાવવા માટેના ઘરગથ્થુ નુસ્ખાના મેસેજ સતત વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લીંબુના રસના 2 ટીપા નાખવાથી કોરોનાને હરાવી શકાય છે.

આ સિવાય સોશિયલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ‘સૌથી પહેલા એક લીંબુ લઇ લો અને તેના રસના 2 થી 3 ટીપા પોતાના નાકમાં નાખી દો. તેની 5 સેકન્ડ બાદ તમે જોશો કે તમારું નાક, કાન, ગળું અને હાર્ટનો તમામ ભાગ શુદ્ધ થઈ જશે. આ વિડીયોમાં એક સાધુ કહી રહ્યા છે કે ‘જો તમારું ગળું જામ છે, નાક જામ છે, ગળામાં દર્દ છે અથવા પછી ઈન્ફેક્શનના કારણે તાવ આવેલ છે તો આ નુસ્ખો તે તમામ બાબતોનો નિકાલ લાવી દેશે. આ પ્રયોગ જરૂર કરો, મે આજ સુધી ઘરેલુ ઉપચાર કરતા લોકોને મરતા જોયા નથી. આ નુસ્ખો નાક, કાન, ગળા અને હાર્ટ માટે રામબાણ સાબિત થશે. એકવખત જરૂર આ પ્રયોગ કરો.’

PIB દ્વારા વાયરલ થઈ રહેલા આ વિડીયોને પોસ્ટ કરવામાં આવ્યો અને તેને ફેક જણાવવામાં આવ્યો છે. PIB દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વિડીયોમાં કરાયેલો દાવો ફેક એટલે કે ખોટો રહેલો છે. તે વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી કોરોના વાયરસને દૂર કરી શકાય છે.

છેલ્લા દિવસોમાં એક પૂર્વ સાંસદ અને બિઝનેસમેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, લીંબુના રસથી ઓક્સિજન લેવલ વધારો કરી શકાય છે. તેમનો એવો દાવો છે કે, લીંબુનો રસ નાકમાં નાખ્યા બાદ તેમના સહકર્મીઓનું ઓક્સિજન લેવલ 88 થી વધીને 96 જેટલું થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, ઓક્સિજન લેવલ સુધારવા સંબંધિત આ ઉપચારને લઈને કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તમે પણ આ પ્રકારના વાયરલ થઈ રહેલા મેસેજ પર આંખ મૂકીને વિશ્વાસ કરશો નહીં. કેમકે કેટલાક વિડીયો થતા હોય છે ને લોકોને તેનો ઉપયોગ કરે છે અને તેનું ખરાબ પરિણામ પણ સામે આવતું હોય છે.

Scroll to Top