કરોડપતિ પતિએ પત્નીના બર્થ ડે પર 60 લાખની ગિફ્ટ આપી, દુનિયા આખી જોતી રહી

પત્નીના જન્મદિવસ પર પતિની જવાબદારી બેવડી થઈ જાય છે. પહેલી તો એ કે આ દિવસને ખાસ બનાવવો અને બીજો કે તેને કોઈ સારી ગિફ્ટ આપવી, જેનાથી તે ખુશ થઈ જાય. પહેલું કામ તો કદાચ આસાન છે, પણ એવી ગિફ્ટ શોધવી મુશ્કેલ છે, જેનાથી પત્ની ખુશ થઈ જાય. પણ દુબઈના એક કરોડપતિ શખ્સે પત્નીને તેના બર્થ ડે પર એવી ગિફ્ટ આવી છે, જેનાથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પોતાની પત્નીનો બર્થ ડે યાદગાર બનાવવા માટે 1-2 લાખ નહીં પણ પતિએ 60 લાખનો ખર્ચો કર્યો.

દ સનના રિપોર્ટ અનુસાર, સઉદી અલ નાદક 26 વર્ષની છે અને સસેક્સની રહેવાસી છે. તેની મુલાકાત 32 વર્ષના જમાલ અલ નાદક સાથે ત્યારે થઈ, જ્યારે બંને દુબઈની એક યુનિવર્સિટીમાં ભણી રહ્યા હતા. બંને 7 વર્ષ સુધી સાથે રહ્યા અને તેમના લગ્નને 3 વર્ષ થઈ ચુક્યા છે. હવે સઉદી એક હાઉસવાઈફ છે અને તેના પતિ જમાલ દુબઈના કરોડપતિ છે. લગ્નના 3 વર્ષ થવા છતાં તે પત્નીને એટલો પ્રેમ કરે છે કે તેણે બર્થ ડેને જલસાની માફક મનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Soudi✨ (@soudiofarabia)

60 લાખની ગિફ્ટ આપી

સઉદીએ હાલમાં એક વીડિયોમાં પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં જણાવ્યું છે કે પતિએ તેના બર્થ પર કેટલા રુપિયા ખર્ચ કર્યા. તેમણે સઉદીના 15000 ડોલર એટલે કે 12 લાખ રૂપિયાની શોપિંગ મિયુમિયુ બ્રાન્ડમાંથી કરી. ત્યાર બાદ 1 લાખ રૂપિયાનું ડિનર પતિ સાથે કર્યું. પછી પતિ સાથે હર્મ્સ બ્રાન્ડના શોરુમમાં ગઈ. જ્યાં તેણે્ 29 લાખ રૂપિયાની ગિફ્ટ અપાવી. બાદમાં સ્પા, ફેસ ફિલર વગેરે બ્યૂટી ટ્રીટમેન્ટ પર ખૂબ જ ખર્ચો કર્યો.

Scroll to Top