Delhi

દુઃખદાયક: કોરોનાની ઝપેટમાં આવ્યો સંપૂર્ણ પરિવાર, 7 દિવસમાં પિતા-દાદીએ ગુમાવ્યો જીવ, મદદ માટે પડોસી પણ ના આવ્યા

દેશની રાજધાની દિલ્હીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડીલના મૃત્યુ બાદ કોઈ પાડોશીએ મદદ કરી નહોતી. ત્યાર બાદ દ્વારકા સાઉથ વિસ્તારમાં પોલીસે માનવતાના ધર્મનું પાલન કરતા એક વૃદ્ધ મહિલાના મૂર્તદેહનો અંતિમ સંસ્કાર કરાવ્યો હતો.

વાસ્તવમાં કોઈ પણ પાડોશી અથવા સંબંધી તેમના અંતિમ સંસ્કાર માટે સામે આવી રહ્યા નહોતા. એક અઠવાડિયા પહેલા જ મહિલાના પુત્રનું મોત નીપજ્યું હતું. પુત્રવધૂ હોસ્પિટલમાં જીવનની જંગ લડી રહી છે. જ્યારે બે સગીરની સંભાળ વૃદ્ધ કરી હતી. તેમનું પણ મોત થયું ગયું છે.

પોલીસને સુચના મળ્યા બાદ વૃદ્ધ મહિલાનો અંતિમ સંસ્કાર કરાવ્યો હતો. તેના સિવાય બંને સગીરની જવાબદારી એક એનજીઓને સોંપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે 9.59 વાગ્યે એક વ્યક્તિએ પોલીસને ફોન કરી જાણ કરી હતી કે, લવલી એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેનાર તેમના મિત્રની માતાનું નિધન થઈ ગયું છે.

એક અઠવાડિયા અગાઉ જ મિત્રનું કોરોનાથી અવસાન થઈ ગયું હતું. મિત્રની પત્ની હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં બને દીકરીઓની સંભાળ રાખી રહી હતી. ગુરૂવારે દાદીમાનું પણ અવસાન થઈ ગયું હતું. કોરોનાને કારણે કોઈ પણ પરિવારની મદદ માટે આવી રહ્યું નથી.

સુચના મળ્યા બાદ તાત્કાલિક એસઆઈ સુનીલ ધનંજય, કોન્સ્ટેબલ સુનીલ મૃતકના ઘરે પહોંચી ગયા હતા. વૃદ્ધના મૃતદેહને લઇ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ સેક્ટર-24 ના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક એનજીઓએ બંને બહેનોની જવાબદારી આપી તેમના રહેવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને બહેનો પણ કોવિડ પોઝીટીવ છે. પોલીસનો આભાર મૃતકનો મિત્ર માન્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker