1 ફૂટ 10 ઇંચ લંબાઈ ઘોડાની તાકત અને તેજ રફતારથી દુનિયા કાયલ છે રેસકોર્સ થી લઈને રસ્તાઓ પર તમે કઈક ઘોડા જોયા હશે આમ તો ઘોડા ની લંબાઈ 4 થી 5 ફૂટ હોય છે પણ શું તમને ખબર છે દુનિયાના સૌથી નાના ઘોડા વિશે એનું નામ બોંમ્બેલ છે અને તેની લંબાઈ 1 ફૂટ 10 ઇંચ છે.
ગીનીજ બુકમાં પણ નામ છે બોમ્બેલનું બોમ્બેલ પોંલેન્ડ માં રહે છે અને એનુ નામ સૌથી નાના ઘોડાના રૂપમાં ગીનીજ બુકમાં છે બોમ્બેલની લંબાઈ 56.7 સેન્ટિમીટર એટલે કે 1 ફૂટ 10 ઇંચ છે જે નવાઈની વાત છે આ ઘોડો કાસકડાના ફાર્મ હાઉસમાં રહે છે.
બીજા મોટા ઘોડાઓ સાથે રહે છે બોમ્બેલના માલિક પેટ્રિક અને કેટરજાઈના છે એમને પેહલી વાર 2014માં એને જોયો હતો ત્યારે તે બે મહિનાનો હતો કેટરજાઈના કે છે શરૂઆતમાં અમને લાગતું હતું કે એને કોઈ બીમારી છે પણ પછી ખબર પડી કે તેની લંબાઈ વધતી નથી બોમ્બેલ અમારા બીજા મોટા ઘોડાઓ જોડે જ રહે છે.
દર મહિને છોકરાઓના દવાખાને જાય છે કેટરજાઈના કે છે કે બોમ્બેલ બીજા ઘોડાઓની જેમ દરેક કામ કરે છે એટલું જ નહિ એ દર મહિને છોકરાઓના દવાખાને પણ જાય છે.
છોકરાઓ એને જોઈને ખૂબ ખુશ થાય છે અમેરિકાની હોસ્પિટલોમાં લાગણીઓના સપોર્ટ માટે જાનવરોનો ઉપયોગ થાય છે એનાથી પ્રેરણા લઈ બોમ્બેલને દવાખાને મોકલાય છે.
થંબેલીનાનું મૃત્યુ 2018 માં થયું બોમ્બેલના પેહલા સૌથી નાના ઘોડાનું નામ થંબેલીના હતું જેનું મોત 2018 માં થયું તેની લંબાઈ 44.5 સેન્ટિમીટર એટલે કે 1 ફૂટ 5 ઇંચ હતું.