નેપાળમાં દ્વારકાની કૃપાએ જીત્યું ગોલ્ડ મેડલ, ગામમાં ભવ્ય રીતે સ્વાગત કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના વતની 21 વર્ષીય કૃપા બુહેચા હાલના સમયમાં ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ પણ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના વતની 21 વર્ષીય કૃપા બુહેચા હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સની 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

જેના કારણે આખા દેવભૂમિ દ્વારકા પંથકમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે. જ્યારે લોકો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

જેમાં જાણવા મળ્યું છે કે, નેપાળ ખાતે યોજાયેલ ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સમાં પાંચ દેશ વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેમાં 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી પરત ફર્યા બાદ ખંભાળીયાના રેલવે સ્ટેશન પાસે જ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ ABVP ના કાર્યકરો સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દીકરી એ ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં પણ ખ્યાતિ મેળવનાર કૃપા બેન દ્વારા તેમના આટલા ઉષ્માભર્યા સ્વાગતનો આભાર માનવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, 1500 મીટરની દોડમાં 5 મિનિટ અને 13 સેકન્ડના ટાઇમિંગ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દુનિયાભરમાં ભારત દેશ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ કારણોસર ગામ લોકો દ્વારા ફુલહાર પહેરાવી અને સ્મૃતિ ચિન્હ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કૃપા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં કહેવામાં આવ્યું હતુ કે, મારી નેપાળ ખાતે યોજાયેલી ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સની 1500 મીટર દોડમાં પસંદગી કરાઈ હતી. મારા દ્વારા પાંચ દેશોના સ્પર્ધકોને હરાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મને ઘણો ખુશીનો અનુભવ થયો છે. હું મારી દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં પૂરી કરી શકી હતી.

Scroll to Top