બાળકીઓને પોતાની હવસન શિકાર બનાવતા નરાધમોના આ પાપી કૃત્ય અટકવાનું નામ નથી લઈ રહ્યા અને દ્વારકાના ખીરસરા પાસે બનેલી બાળકી પર દુષ્કર્મની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં તો ફરી એખ વાર ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે આ પવિત્રભૂમિ પર અરેરાટી અને રોષની લાગણી ફેલાઈ છે.
દ્વારકામાં આવેલા ઘડી ડિટરજન્ટ પ્લાન્ટ નજીક એક મહિલા રહેતી હતી અને તે બપોરે પોતાનું કામ કરી રહી હતી તે દરમિયાન તેની બાળકીને કોઈ ઉપાડી ગયું હતું આથી મહિલાએ ચિતિંત થઈને બાળકીની તપાસ હાથ ધરી હતી તેમજ આસપાસના લોકોન બાળકી ખોવાઈ હોવાની ઘટના જણાવી હતી.
બાળકીની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન પુત્રી રડતી-રડતી પરત આવી હતી. માતાએ દીકરી મળી આવતા રાહત શ્વાસ લીધો હતો પરંતુ નાની બાળા સતત રડી રહી હતી અને તેને ગુપ્ત ભાગે લોહી નીકળતું હોવાનું જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા અને બાળકીની માતા આઘાતમાં સરી ગઈ હતી. પોતાની દિકરી સાથે દુષ્કર્મ થયેલું છે તેવું જાણી ગયેલી માતાએ તુરંત પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું.
માતાએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ ઘટનાની સંવેદના જોતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે મોડી રાત સુધી પોલીસ ચોપડે આ ઘટના અંગેની કોઇ ફરિયાદ પોલીસ કંટ્રોલ દ્વારા આપવામાં આવેલી યાદીમાં પણ આપવામાં આવેલ નથી.
આ ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને રાત્રે તપાસ અને સારવાર અર્થે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ગાયનેક વૉર્ડમાં ડોક્ટરો દ્વારા તેની શારીરિક ચકાસણી અને બ્લડના સેમ્પલો વગેરે લેવામાં આવેલા છે. આ ઘટના અંગે વઘુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.મહિલા જ્યાં રહે છે તે પ્રપ્રાંતિય લેબર કોલોની છે આથી પોલીસે આહીંના જ કોઈએ આ દુષ્કૃત્ય કર્યું હોવાનું માનીને તમામની તપાસ અને પૂછપરછ હાથ ધરી છે