ખાતાની ફાળવણી બાદ ભાજપમાં ભૂંકપ સર્જાયો છે. રાજકીય અટકળો વચ્ચે આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે મારું સમ્માન જળવાય તેમ ઇચ્છું છું. ખાતાં વહેંચણીમાં થયેલા અપમાનથી નારાજ નીતિન પટેલને મનાવવા માટે ભાજપ મોવડીમંડળે હજુ 2-3 દિવસનો સમય માગ્યો છે.
નીતિન ભાઈએ કહ્યું-મને વિશ્વાસ છે પાર્ટી યોગ્ય નિર્ણય લેશે
30 ડિસેમ્બરના રોજ દિવસભર નીતિન ભાઈને પાટીદાર આગેવાનો મળવા આવ્યા હતા. તેમજ પાર્ટીમાંથી કોઈ કંઈપણ બોલવા તૈયાર થયું નહોતું. આ દરમિયાન દિવસ ભર પોલિટિકલ ગેમ ચાલતી રહી હતી. ત્યાર બાદ સાંજે નીતિન ભાઈ પટેલે પત્રકારો સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે,” મેં મારી લાગણી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી છે. સવાલ ખાતાઓનો નથી પણ માન અને સન્માનનો છે. મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. જેમણે મને શુભકામના પાઠવી તેમનો આભાર માનું છું.બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મારે વાત થઈ છે. હાલ હું મારા ઘરમાં જ છું.મને કોઈ પણ મળવા આવી શકે છે.
પટેલને મળવા સંખ્યાબંધ સમર્થકો અને કેટલાક ધારાસભ્યો પહોંચ્યા – સૂત્રોનું કહેવું છે કે, નારાજ નીતિન પટેલ શુક્રવારે રાત્રે સ્વર્ણિમ સંકુલથી નીકળીને સીધા જ અમદાવાદના થલતેજના મણિભદ્ર સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે સંખ્યાબંધ સમર્થકો ઉપસ્થિત હતા. પ્રાપ્ત જાણકારી મુજબ પટેલ વહેલી સવારના 4.30 વાગ્યા સુધી જાગ્યા હતા. કારણ કે તેમને મળવા માટે સમર્થકોનો પ્રવાહ રોકાયો નહોતો.
સૂત્રોનું કહેવું છે કે, નારાજ નીતિન પટેલ શુક્રવારે રાત્રે સ્વર્ણિમ સંકુલથી નીકળીને સીધા જ અમદાવાદના થલતેજના મણિભદ્ર સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે સંખ્યાબંધ સમર્થકો ઉપસ્થિત હતા. પ્રાપ્ત જાણકારી મુજબ પટેલ વહેલી સવારના 4.30 વાગ્યા સુધી જાગ્યા હતા. કારણ કે તેમને મળવા માટે સમર્થકોનો પ્રવાહ રોકાયો નહોતો. એટલું જ નહીં ભાજપના કેટલાક પાટીદાર ધારાસભ્યો તેમજ ચૂંટણીમાં હારી ગયેલા પાટીદાર આગેવાનો પણ પટેલને મળવા આવ્યા હતા.