માત્ર 7 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને કમાવો 5000 રૂપિયા, જાણો શું છે સરકારની આ યોજના

જો તમે પણ કોઈ સલામત સ્થળે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana- APY) માં પૈસાનું રોકાણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજના વર્ષ 2015 માં શરૂ તો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે કરવામાં આવી હતી, પરંતુ આ યોજનામાં 18 થી 40 વર્ષની કોઈપણ ભારતીય નાગરિક રોકાણ કરીને પેન્શનનો લાભ મેળવી શકે છે. જેની પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે. આ યોજનામાં, 60 વર્ષ પછી જમાકર્તાઓને પેન્શન મળવાનું શરૂ થાય છે.

સમજો શું છે અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજનામાં તમારા દ્વારા કરાયેલું રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછું 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. આ પેન્શન યોજના માટે જો તમે નોંધણી કરાવા માંગો છો, તો તમારી પાસે બચત ખાતું, આધાર નંબર અને એક મોબાઇલ નંબર હોવો જોઈએ.

મળે છે આ લાભો

તમે જેટલા જલ્દી અટલ પેન્શન યોજનામાં જોડાશો, તેટલો વધુ ફાયદા મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો તેને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયાની માસિક પેન્શન માટે દર મહિને 210 રૂપિયા જમા કરવા પડશે.

આ રીતે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન

એટલે કે, આ યોજનામાં દરરોજ 7 રૂપિયા જમા કરીને તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં દર મહિને 1000 રૂપિયાની માસિક પેન્શન માટે દર મહિને માત્ર 42 રૂપિયા જ જમા કરાવવા પડશે. બીજી બાજુ, 2000 રૂપિયા પેન્શન માટે 84 રૂપિયા, 3000 રૂપિયા માટે 126 રૂપિયા અને 4000 રૂપિયા માસિક પેન્શન માટે દર મહિને 168 રૂપિયા જમા કરાવવાના રહેશે.

ટેક્સ લાભ

અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને આવકવેરા કાયદા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટૅક્સ લાભ મળે છે. આમાંથી, સબ્સ્ક્રાઇબર્સ (ગ્રાહક) ની કરપાત્ર આવકમાં ઘટાડો કરવામાં આવે છે. આ સિવાય ખાસ કેસોમાં 50,000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ લાભ મળશે. આ રીતે આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીની કપાત મળે છે.

APY ના મૃત્યુ લાભો

આ યોજનાનો ગ્રાહક (સબ્સ્ક્રાઇબર્સ) નું મૃત્યુ થઇ જાય છે, તો તેની પત્ની મૂળભૂત રીતે નૉમિની (નામાંકિત) બની જાય છે અને પત્નીને યોજનાના બધા લાભો મળે છે. પત્નીને પણ ગ્રાહક જેટલું જ પેન્શન મળે છે. જો પત્ની જીવંત ન હોય તો, સબ્સ્ક્રાઇબર્સ દ્વારા બનાવવામાં આવેલ નોમિનીને આ માટે નિશ્ચિત કોર્પસનો લાભ મળે છે. એટલે કે, નોમિનીને એક નિશ્ચિત પેન્શન મળે છે.

Scroll to Top