જોઇને જીવ તાળવે ચોંટી જશે, વિમાનની એકદમ નજીક આવી ગયુ ફાઇટર જેટ, જુઓ Video

હવામાં ઉડતા પ્લેનની થોડીક ભૂલ યાત્રીઓનો જીવ પણ લઈ શકે છે. ઇઝીજેટની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની અને પ્લેનમાં સવાર મુસાફરોના રૂંવાડા ઉભા થઇ ગયા. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. જોકે, બાદમાં આ ઘટનાનું સત્ય સામે આવ્યું અને જાણવા મળ્યું કે ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા બાદ સુરક્ષાના કારણોસર ફાઈટર જેટ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસે ખોટી અફવા ફેલાવનાર બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે.

જેટ પેસેન્જર પ્લેનની નજીક આવ્યું

‘ધ સન’ના અહેવાલ મુજબ ગોટવિકથી મેનોર્કા જઈ રહેલી ઈઝી જેટ ફ્લાઈટનો આકાશમાં એક ફાઈટર જેટ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. એક મુસાફરે વિન્ડો સીટ પરથી તે જેટ પ્લેનનો વીડિયો બનાવ્યો જે ખૂબ જ ચોંકાવનારો છે. જેટ પ્લેન ફ્લાઇટની ખૂબ નજીક આવી ગયું છે અને તે જ સમયે ઉડવાનું શરૂ કર્યું. વીડિયોમાં તે કોઈ ફિલ્મી સીન જેવો લાગી શકે છે, પરંતુ આ ઘટના દરમિયાન અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો હતો.

EasyJet ફ્લાઇટ નંબર EZY8303 જ્યારે પ્લેન મેનોક્રાના સ્પેનિશ ટાપુ પર ઉડી રહ્યું હતું ત્યારે જેટ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે પેસેન્જર પ્લેન લગભગ 30 મિનિટ મોડું લેન્ડ થયું અને લગભગ ચાર કલાક સુધી એરપોર્ટ પર ઊભું રહ્યું. EasyJet એ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તેનું એક પેસેન્જર પ્લેન મોનોર્કામાં લેન્ડિંગ કરી રહ્યું હતું.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇઝીજેટ એ વાતની પુષ્ટિ કરી શકે છે કે લંડન ગેટવિકથી મોનોર્કા જતી ફ્લાઇટ નંબર EZY8303 મોનોર્કામાં ઉતરતી વખતે લશ્કરી વિમાન દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી હતી અને સાવચેતીભરી સુરક્ષા તપાસને કારણે મોડી ઉતરી હતી.”

કંપનીએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે અમારા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે અને અમે મુસાફરોની સમજણ બદલ આભાર માનીએ છીએ. ફાઇટર એરક્રાફ્ટ કડક દિશાનિર્દેશોનું પાલન કરે છે અને માત્ર ગંભીર પરિસ્થિતિઓમાં જ તેઓ પેસેન્જર એરક્રાફ્ટને અટકાવે છે અથવા તેનો પીછો કરે છે.

ટ્વિટર પર આ વીડિયોને 58 હજાર વખત જોવામાં આવ્યો છે અને યુઝર્સ તેના પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે વિમાનમાં બોમ્બ હોવાની ખોટી અફવાને કારણે ફાઈટર જેટે તેનો પીછો કર્યો હતો. જો કે ત્યાં મોટાભાગના લોકો એવા હતા જેઓ આ ઘટનાથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

માહિતીમાં બહાર આવ્યું છે કે બ્રિટિશ નાગરિકે ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવી હતી, જેની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. પ્લેન સ્પેનમાં લેન્ડ થતાંની સાથે જ ડોગ સ્કવોડની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ એરપોર્ટ પર તૈનાત થઈ ગઈ હતી. આ પછી આખા વિમાનની શોધખોળ કરવામાં આવી પરંતુ કંઈ મળ્યું ન હતું.

Scroll to Top