શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ બતાવી તલવારબાજી, જોઈને આશ્ચર્યચકિત થયા લોકો

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી મંત્રી પદ મેળવ્યા બાદ પ્રથમ વખત વતન નાના સુરકા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં પહોંચતા જ જીતુભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી આવ્યા ત્યારે ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા પણ કાઢી હતી.

આ શોભાયાત્રા દરમિયાન શિક્ષણમંત્રીએ પોતાની તલવારબાજી પણ બતાવી હતી, જેનાથી લોકોને આશ્ચર્ય થયું હતું. સોશિયલ મીડિયા પર જીતુભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંત્રી બન્યા બાદ જીતુભાઈ પહેલી વાર તેમના ગામ પહોંચ્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો આ વીડિયો દિવાળી દરમિયાન લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ભાવનગર ખાતે પારંપરિક પરંપરા પ્રમાણે જીતુ વાઘાણીએ તલવાર બાજી કરી રહ્યા છે. વીડિયોમાં ઢોલના તાલે એક તલવાર બાદ તેઓ બે તલવારથી તલવારબાજી કરતા નજરે પડે છે. જે સ્થળે જીતુભાઈ તલવારબાજી કરી રહ્યા છે તે સ્થળે આસપાસ લોકો તેમજ બાળકોની ભીડ પણ જોવા મળી રહી છે.

Scroll to Top