જનતા દળ યુનાઇટેડ ના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડળ, જે વારંવાર તેમના નિવેદનોના કારણે ચર્ચામાં બન્યા રહે છે, તે ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
તેમાં તે અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનની અંદર ફરતા જોવા મળી રહ્યા છે. જ્યારે તેના સહપ્રવાસીએ તેની આવી હરકતો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ધારાસભ્ય દ્વારા તેને જોઈને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી.
જ્યારે ધારાસભ્ય પર મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોપાલ મંડલ પટના-દિલ્હી તેજસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે આરોપ એ છે કે, મુસાફરે જ્યારે તેમને અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનની અંદર ચાલવા માટે અટકાવ્યા તો તેમણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ગોળી મારી દેવાની ધમકી પણ આપી દીધી હતી.
#WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq
— ANI (@ANI) September 3, 2021
સહપ્રવાસી પ્રહલાદ પાસવાને ધારાસભ્યને જણાવ્યું હતું કે, ટ્રેનમાં મહિલાઓ પણ રહેલી છે, તમે જનપ્રતિનિધિ છો, જેના કારણે તમે આવું ન કરી શકો. જેના કારણે ગુસ્સામાં ધારસભ્યે તેમને જોઈ લેવાની ધમકી આપી દીધી હતી.
જ્યારે આરોપ એ પણ છે કે, વિરોધ બાદ ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા અને સહપ્રવાસી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. ધારાસભ્ય સાથે ત્રણ લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે મુસાફરો સાથે ઝઘડો થયો ત્યારે તેની સાથે આવેલા લોકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમ છતાં આ દરમિયાન, સ્થળ પર પહોંચેલા TTE એ દ્વારા બંને પક્ષોને સમજાવીને મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો. જ્યારે સહ પ્રવાસી દ્વારા ધારાસભ્ય વિશે RPF માં ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે RPF દ્વારા તેનો કોચ બદલી નાખવામાં આવ્યો હતો.