ArticleEntertainment

એક સ્ટેજ ડાન્સની આટલી ફી લે સપનાં ચૌધરી, જાણો ડાન્સ કરી કેટલુ કમાય છે સપનાં…

હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી સમયની સાથે મોર્ડન બની ગઈ છે, જો કે દર્શકોને તો આજે પણ તેનો દેશી અંદાજ વધારે પસંદ આવે છે. સપના ચૌધરીનો દેશી લુક જોઈ દર્શકોને લાગે છે કે હરિયાણવી ગીત તૂ ચીઝ લાજવાબ જાણે કે તેના માટે જ બન્યુ છે.

આમતો સપના દરેક લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે, પરંતુ તેનો દેશી લુક ચાહકોમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સપના ચૌધરીએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેજ ડાન્સર તરીકે કરી હતી.સ્ટેજ પર ડાન્સ કરતી વખતે સપના ચૌધરી ઘણીવાર સૂટમાં જોવા મળે છે. આ સ્ટાઇલને કારણે, સપના દેશી ક્વીન તરીકે જાણીતી થઈ. બિગ બોસના ઘરની બહાર આવ્યા બાદ સપના ચૌધરીએ પોતાનો લૂક બદલી નાખ્યો છે.

હવે સપના ચૌધરીએ તેના લુકમાં વેસ્ટર્ન ડ્રેસ પણ ઉમેર્યો. આ બધાની વચ્ચે, સપના ચૌધરી હજી પણ પોતાને એક ગામની ગોરી કહે છે. સપના ચૌધરી હાલ તો તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. અફવા તો એવી પણ છે કે સપનાએ ગુપચુપ સગાઈ કરી લીધી છે. જોકે, સપના ચૌધરીએ આ બાબતો પર અત્યાર સુધી મૌન ધારણ કર્યું છે.

સપના ચૌધરીનો જન્મ 25 સપ્ટેમ્બર 1990ના રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. સપના ચૌધરીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સપના ચૌધરી ફિલ્મ ‘વીરે કી વેડિંગ’ ના ગીત ‘હટ જા તાઉમાં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે અભય દેઓલની ‘નાનુ કી જાનુ’ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનાં ડાન્સના વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે. સપનાંએ સ્ટેજ પરફોર્મન્સ આપીને પોતાની આગની ઓળખ બનાવી લીધી છે. તેનાં બેબાક અને ધમાકેદાર ડાન્સનાં લાખો ચાહકો દિવાના છે. તે ડાન્સ પરફોર્મન્સ સમયે એકદમ બિન્દાસ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે. તેનાં શો દરમિયાન હજારો ચાહકોનાં ટોળા ઉમટી જાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સપના તેનાં ડાન્સ માટે કલાક પ્રમાણે ફી વસુલે છે. તે 2-3 કલાક ડાન્સ કરવા માટે અંદાજે 1 લાખ રૂપિયા ચાર્જ વસુલે છે. આ રકમ તે શો સાઈન કરતાં સમયે એડવાન્સ લે છે. તે એડવાન્સ પેટે અડધી ફી એટલે કે 50,000 રૂપિયા લે છે.

સપનાની સ્ટાર વેલ્યુ વધ્યા બાદ આ મ્યૂઝિક કંપનીને પણ ખુબજ નફો થયો છે. સાથે જ સપનાની ફી પણ વધી ગઇ છે. સપનાની ફી કેટલી છે તેને લઇને કોઇ અધિકૃત પુષ્ટિ થઇ નથી.

હરિયાણાની ડાન્સ કલાકાર સપના ચૌધરીએ આખરે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. રવિવારે દિલ્હી ભાજપની સદસ્યતા અભિયાન દરમિયાન સપના ચૌધરીએ પાર્ટીની સભ્યતા લીધી હતી. સપના ચૌધરીએ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સહિતના મોટા નેતા હાજર રહ્યા હતા. સપના ચૌધરી સાથે દિલ્હીમાં ડીસીપી રહી ચૂકેલા એલએન રાવ પણ ભાજપમાં જોડાયા હતા. એલએન રાવે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપની સદસ્યતા મેળવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા સપના ચૌધરીના ભાજપમાં જોડાવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સપના ચૌધરી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી શકે છે. દિલ્હી અને હરિયાણામાં સપના ચૌધરીના લાખો ફેન્સ છે.

સપના ચૌધરીએ આ પહેલા દિલ્હીમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. સપના ચૌધરી દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સાથે રોડ શૉમાં જોવા મળી હતી. આ રોડ શૉ પછી માનવામાં આવી રહ્યું હતું કે, સપના ચૌધરી ભાજપમાં જોડાઈ શકે છે. સપના ચૌધરી ઘણીવાર ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સાથે નજર આવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન સપના ચૌધરીએ કહ્યું હતું કે,ભાજપ માટે ભારતભરમાં પ્રચાર કરવાથી પાછળ હટીશ નહી. ભાજપ તેમની માટે પરિવાર અને રાષ્ટ્રની જેમ છે જ્યા તમને સ્વતંત્ર રૂપથી પોતાની વાત મુકવા અને જનતા સુધી પહોચવાનો અવસર મળે છે.

સપના ચૌધરી હરિયાણાની એક ફેમસ ડાન્સર અને એક્ટર છે. સપના ચૌધરીનો જન્મ 25 સપ્ટેમ્બર 1990 માં હરિયાણાના રોહતકમાં થયો હતો. સપના ચૌધરીએ શરૂઆતના સમયમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સપના પહેલા પિતાની કંપનીમાં કામ કરતી જો કે તેના ઘરની હાલત ખાસ નથી અને નાની ઉમરે જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. સપના ચૌધરીએ તેમના કરિઅરની શરૂઆત ઓર્કેસ્ટ્રા તરીકે કરી હતી. સપના ચૌધરી બિગ બોસમાં પણ દેખાઈ ચૂકી છે.

સપના ચૌધરી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે ફોટોઝ અને વિડીયો શેર કરતી રહે છે. સપના અત્યારે હાલ સ્ટેજ શો અને ઇવેન્ટમાં વ્યસ્ત જોવા માટે મળી રહી છે. સપના અત્યારે ટિક્ટોક પર પણ વિડીયો ખુબ અપલોડ કરતી રહે છે. સપના આ એપ પર ખુબ જ એક્ટિવ છે અને તે ક્યારેક ડાન્સ તો ક્યારેક ફની વિડીયો બનાવીને શેર કરતી રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker