Uttar Pradesh

એક સ્ત્રીએ જ પતિ સાથે મળી ને અન્ય સ્ત્રી સાથે કર્યું આવું ખરાબ કામ: કોઈ ને કહે નહીં એ માટે પીડિત ની જીભ પણ…

ઉત્તર પ્રદેશમાંથી 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની એક ઘટના સામે આવી છે. તેમાં જાણવા મળ્યું છે કે, એક મહિલાએ 19 વર્ષની યુવતીને ઘરે આવવા માટે લલચાવી હતી. ત્યાર બાદ તેને બાંધીને બંધક બનાવી લેવામાં આવી હતી. પછી મહિલાના પતિ દ્વારા એક અઠવાડિયા સુધી અવારનવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સિવાય યુવતીની જીભ પણ કાપી નાખવામાં આવી હતી તેના પાછળ કારણ એક જ હતું કે તે કોઈને આ બાબતને જણાવી ના શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ગાઝીપુર પોલીસ સ્ટેશનની અંદર આવનારા ઈન્દિરાનગર ખાતે રહેનારી એક 40 વર્ષીય મહિલા દ્વારા પહેલા યુવતીને ઘરે આવવા માટે લલચાવવામાં આવી હતી. ત્યાર બાદ યુવતી ઘરે આવી તો મહિલા દ્વારા તેને બાંધી દેવામાં આવી હતી અને બાદમાં મહિલાના 45 વર્ષીય પતિએ સાત દિવસમાં તેના પર અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ બાબતમાં ADCP પ્રાચી સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્રાઈમ છૂપાવવા માટે દંપતી દ્વારા પીડિતાની જીભ કાપી નાખવામાં આવી હતી, જેથી તે બોલી ન શકે અને તેની પીડા અંગે કોઈને તે જણાવી ન શકે. તેમ છતાં કોઈક રીતે યુવતી પતિ અને પત્નીની ચંગુલમાંથી છૂટીને પોતાના ઘરે પહોંચવામાં સફળ રહી હતી. જ્યારે તેની ઈજાઓ ઠીક થવા લાગી ત્યારે તેણે ઈશારા દ્વારા પોતાના પર થયેલ આપવીતિ જણાવી દીધી હતી. ત્યાર બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગાઝિપુર પોલીસના અધિકારી અનિલ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર 21 ના રોજ 19 વર્ષીય યુવતી એક સરનામું શોધી રહી હતી ત્યારે તે રસ્તો ભૂલી ગઈ હતી. તે સમયે તે આરોપી મહિલા આરતીને મળી ગઈ હતી. ત્યાર બાદ આરતી દ્વારા યુવતીને લલચાવીને પોતાના ઘરે લઈ જવામાં આવી હતી. પછી યુવતીને મહિલા દ્વારા બાંધી દેવામાં આવી એન તેના પર આરતીના પતિ દ્વારા અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સિવાય યુવતી પર ક્રૂરતા હદ વટાવવામાં આવી હતી, તેને ટોર્ચર પણ કરવામાં આવી હતી અને તેની સાથે અકુદરતી સંબંધ પણ બાંધવામાં પણ આવ્યા હતા. તેના પછી તેની જીભ પણ કાપી નાખવામાં આવી હતી.

તેમ છતાં યુવતી દ્વારા હિંમત દાખવતા આ નરકમાંથી છૂટવામાં સફળ રહી હતી અને એક સ્થાનિકની મદદથી તે ઘરે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ તેના પરિવાર દ્વારા તેની સારવાર કરાવવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, જ્યારે તે ઠીક થઈ ગઈ ત્યારે તેણે એક પેપર પર સમગ્ર ઘટના વર્ણવી હતી અને તેના માતા-પિતાને ઈશારાઓ દ્વારા તેના પર આચરવામાં આવેલી ક્રૂરતા વર્ણવવામાં આવી હતી.

યુવતીના પિતા દ્વારા આ બાબતમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ પોલીસ દ્વારા આરોપી મહિલા આરતીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે તેનો પતિ જીતુ ફરાર થઈને ચાલ્યો ગયો હતો. તેમ છતાં પોલીસ દ્વારા હાલ મહિલાની પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker