આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડમાં રિલેશન અમે બ્રેકકપ ક્યારે થઈ જાય તેના વિશે વધુ કહી શકાય નહિ. હા અહીં પળભરમાં સંબંધો તૂટતાં હોય છે. આવી સ્થિતિમાં એવી કેટલીક જોડીઓ છે, જેઓ હાલમાં તેમના પાર્ટનર ને ખુબ પ્રેમ કરે છે પંરતુ હજુ સબંધ લગ્ન સુધી પહોંચ્યો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
આ યાદીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પ્રથમ નંબરે છે. બે મહિનાથી ઇન્ડસ્ટ્રીમાં તેના અફેરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. બંનેને એક સાથે ઘણી જગ્યાએ સ્પોટ કરવામાં આવે છે. તેઓ ક્યારેક બપોરની લંચ અને ક્યારેક ડિનર ડેટ કરતા નજરે પણ પડે છે. કિયારા પણ સિદ્ધાર્થના ઘરે જોવા મળે છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફની જોડી પણ આજકાલ બી ટાઉન્સની જોડી વિશે ખૂબ ચર્ચામાં છે. બંનેના રિલેશનશિપમાં હોવાના મામલા છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા છે. જોકે તેમાંથી બંનેએ આ સંબંધ વિશે કંઇ કહ્યું નથી, પરંતુ લાંબા સમયથી સમાચાર છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે.
અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી મલાઇકા અરોરા અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. સમાચાર છે કે ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે પરંતુ તેના વિશે કોઈ માહિતી નથી. બંને એકબીજાની ખૂબ નજીક છે અને એકબીજાની કંપનીને ઘણી પસંદ કરે છે.
તે જ સમયે મલાઇકા જ નહીં પરંતુ અરબાઝ ખાનનું નામ પણ મોડેલ જ્યોર્જિયા આંદ્રેની સાથે ખૂબ જ સંકળાયેલું છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાની સાથે રહ્યા હતા અને ઘણીવાર સાથે જોવા મળતા હતા.
યુવા સ્ટાર ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેને માલદીવમાં સાથે મળી આવ્યા હોવાથી, બંનેના અફેર અંગેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ સમાચાર અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
છેલ્લા બે મહિનાથી આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને આમિરની ફિટનેસ પ્રશિક્ષક વચ્ચે પ્રેમના સમાચાર મળી રહ્યા છે. બંને ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેઓએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી પણ કરી હતી.
ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન પણ યુલિયા વંતુરને ડેટ કરી રહ્યો છે. જોકે સમાચારોમાં કેટલી સત્યતા છે તે સલમાન જ જાણે છે, પરંતુ તેમના પ્રેમની વાતો અત્યારે દરેકની જીભ પર છે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે રિતિક રોશનની પૂર્વ પત્ની સુસાન ખાન અને બિગ બોસ 14 ફેમ અલી ગોનીનો ભાઈ અરસલાન ગોની રિલેશનશિપમાં છે. આ બંનેની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં તેમની બોન્ડિંગ મિત્રતા કરતાં વધુ જોવા મળી હતી, જે પછી તેમની અફવાઓ પણ ઉડી રહી છે.