રાજસ્થાન નામ આવતાં ની સાથે જ એકવાત યાદ આવે ત્યાં ના યોદ્ધાઓ અને આ મરદો ની વાત માં એક ખાસ વાત હોય છે યુદ્ધ ની પેહલાં અને વાત વાત માં બોલવામાં આવતો શબ્દ જય એકલિંગ જીકી મિત્રો આજે આપણે વાત કરીશું એકલિંગ જીના ઇતિહાસ વિશે.હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ જય એકલિંગના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે.
માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના રણવીરોના બાવડામાં અદમ્ય તાકાતનો સ્ત્રોત ફુટી નીકળતો.પરંપરાગત રીતે રાજપૂતો, ગુર્જરો, જાટ, મીણા, ભીલો, રાજપુરોહીતો, ચારણો, યાદવો, બિશ્નોઇઓ, મેઘવાળો, સેરમલ, રાજપૂત માળીઓ સૈનીઓ અને અન્ય જાતિઓએ રાજસ્થાન રાજ્યની રચનામાં મહાન ફાળો આપ્યો હતો. આ બધી જાતિઓને તેમની સંસ્કૃતિ અને જમીનના રક્ષણ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની ભૂમિને બચાવવા માટે હજારો લોકો માર્યા ગયા હતા.આવા ભગવાન એકલિંગ એ મેવાડ સહિત લગભગ રાજસ્થાનના રાજપુતોના આરાધ્ય દેવ છે.તેમનું મંદિર ઉદયપુરથી અઢારેક કિલોમીટર દુર બે પહાડીઓની વચ્ચે આવેલ છે.
એકલિંગજી ભગવાન શિવનું એક નામ છે. એકલિંગજી મેવાડ રાજના શાસક દેવ છે, અને મેવાડના રાજવી મહારાણાઓ તેમના દિવાન તરીકે નિયુક્ત થયા હોય તેવા ભાવથી રાજ કરતા આવ્યા છે. એકલિંગજીનું પ્રખ્યાત મંદિર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલાં રાજસ્થાન રાજ્યનાં ઉદયપુર જિલ્લામાં આવેલું હિંદુ મંદિર સંકુલ છે.આ સ્થળ કૈલાસપુરી તરીકે પણ ઓળખાય છે.અહિં જગતનાથ એવા ભગવાન શંકર લિંગ સ્વરૂપે બિરાજમાન છે.ખાસ વાત તો એ છે કે,મેવાડ સહિતના ઘણા રાજાઓ પોતાને માત્ર ભગવાન એકલિંગના પ્રતિનિધી જ માનતા તેઓ કહેતા કે પોતે એમના દાસ છે.અને મહારાજધિરાજ તો ભગવાન એકલિંગ છે,પોતે માત્ર એમના ચીઠ્ઠીના ચાકર છે ત્યાં સુધી કે ઉદયપુરના રાજવીને રાજા નહિ પ્રધાન કહેવાય છે.રાજા તો પહાડીઓની મધ્યે બિરાજતા એકલિંગ જ છે જેવી રીતે દક્ષિણ ભારતના ત્રાવણકોરમાં હતું તેમ જ.
ભગવાન શંકરનાં જ એક સ્વરૂપ એવા એકલિંગજીને અધિષ્ઠાતા દેવ તરીકે રાખીને તેમનાં આ મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ ઈ.સ. ૯૭૧માં શરૂ કર્યું હતું. સુંદર નક્શીકામ કરેલાં કુલ ૧૦૮ મંદિરો આ મંદિર સંકુલમાં બનાવ્યાં હતાં.ત્રાવણકોરના રાજાઓ પોતાને પદ્મનાભસ્વામીના ચાકર તરીકે ઓળખાવતા.અને તેઓ પદ્મનાભદાસ નામ ધારણ કરતા.પોતે જે યુધ્ધમાં જે પણ દ્રવ્ય મેળવ્યું હોય તે પદ્મનાભ મંદિરના ભોંયરામાં મુકી દેતાં.અને પરિણામે તે અત્યારે વિશ્વના સૌથી ધનવાન મંદિરોમાંનુ એક છે.કોઇ પણ રાજાએ કદિ મંદિરના દ્રવ્ય હાથ નહોતો લગાડ્યો.ઉલ્ટાનું બધું આપી દીધેલું.
આ શિવલિંગ તેના પ્રકારનું એક વિશિષ્ટ શિવલિંગ છે, કેમકે તે ચાર દિશામાં ચાર મુખ ધરાવે છે. પરિસરમાં આવેલું અન્ય એક મંદિર છે, લકુલીશ મંદિર જે ૯૭૧ની સાલમાં બાંધવામાં આવ્યું હતું, અને તે લકુલીશ સંપ્રદાયનું સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે.એના અંતિમ રાજા મહારાજા માર્તંડ વર્મા થોડાં વર્ષ પહેલાં ૨૦૧૧માં મૃત્યુ પામ્યાં.અને એના જીવતા જ મંદિરમાં એ વખતની સરકારે જાંચ કરાવી હતી.જે ભોંયરાના દ્રવ્યને માર્તંડ વર્માએ કદિ હાથ નહોતો લગાવ્યો એના પર સરકારનો કબજો જ્યારે ઇંદિરા ગાંધીએ બધાં રાજાઓનું સરદાર પટેલે બાંધી આપેલ સલિયાણું નાબુદ કર્યું ત્યારે આ મહારાજાએ ટ્રાવલેસનો ધંધો શરૂ કરેલો અને એ રૂપિયામાંથી એ વર્ષોથી ચાલી આવતી પ્રથા પ્રમાણે મંદિરમાં કાયમને માટે શ્રધ્ધાળુઓને ભોજન આપતા.મંદિરનું કામ હોવા છતાં એક પૈસો ખજાનામાંથી નહોતો લીધો એ માર્તંડ વર્મા એકદમ વૃધ્ધ ઉંમરે જ્યારે મંદિરના ખજાનામાં સરકારે હસ્તક્ષેપ કર્યો ત્યારે રોઇ પડ્યાં હતાં.ઉદયપુરથી ૨૨ કિમી ઉત્તરે સ્થિત એકલિંગજી બસ કે અન્ય વાહન મારફતે સડકમાર્ગે સહેલાઈથી પહોંચી શકાય તેમ છે. ઉદયપુરથી રાજસ્થાનનાં જ અન્ય એક પ્રખ્યાત યાત્રાધામ શ્રીનાથજી જતાં રસ્તા પર જ આવેલું છે.
આખું મંદિર પરિસર મેવાડના રાજપરિવાર હસ્તક છે, અને તેઓજ મંદિરના ટ્રસ્ટનાં મુખ્ય ટ્રસ્ટીઓ છે. મુળભૂત રીતે આ મંદિર રાજ પરિવારનું અંગત મંદિર છે જે જાહેર જનતાને માટે ખુલ્લું મુકવામાં આવેલું છે. એક માન્યતા પ્રમાણે તેનું અસ્તિત્વ ઈ.સ. ૭૩૪થી છે. દર સોમવારે સાંજે ઉદયપુરનાં મહારાજા મંદિરે દર્શન કરવા આવે છે.ઇંદિરા ગાંધીએ ગરીબી હટાવવાનો નારો આપીને આવા મહારાજાઓને મળતું થોડું સલિયાણું પણ છિનવી લીધું અને ઘણાં બુધ્ધિજીવીઓ એ ખજાના વડે ગરીબી દુર કરવાનું કહે છે સ્વીસ બેંકોમાં ક્યાં ખોટ છે અને આ માત્ર ધન નથી અમુલ્ય વિરાસત છે સદીઓ પુરાણી એનું કોઇ મુલ્ય ના હોય.એને વેડફવાની ન હોય.બાય ધ વે,ભગવાન એકલિંગની પુજા કર્યા પછી જ મેવાડનો કે રાજસ્થાનનો રાજપુત રણમેદાને પડતો.તેમના અનુષ્ઠાન માટે મોટા સભારંભો થતાં.મહારાણાઓએ અનેક પ્રતિજ્ઞાઓ ભગવાન એકલિંગને સાક્ષી માનીને લીધી હતી.
મુખ્ય મંદિર વિશાળકાય બે મજલા ઊંચા સ્તંભોથી શોભતા મંડપ (મંદિરનો અંદરનો ભાગ) અને ખુબજ ઝીણી નક્શીવાળા અતિભવ્ય શિખરથી શોભાયમાન છે. મંદિરના ગર્ભગૃહમાં મધ્યે કાળા આરસનું બનેલું ભગવાન એકલિંગજીનું શિવલિંગ વિશાળ થાળામાં બિરાજે છે.મહારાણા પ્રતાપે અનેક કષ્ટ સહન કરીને એક વાર હિંમત હારી અને પોતાના પરીવારની રખડતી દશા ન જોવાતા અકબરને શરણાગતીનો પત્ર લખેલો ત્યારે બીકાનેરના રાજા અને અકબરના દરબારી એવા પૃથ્વીરાજે એ પત્ર અકબર પાસે પહોંચવા જ ન દીધો અને વળતો પત્ર લખ્યો જેમાં મહારાણા પ્રતાપને ગમે તે થાય છતાં હાર ન માનવા કહ્યું.પત્ર એટલો શબ્દની સચોટતા મારતો લખાયેલો કે મહારાણા પ્રતાપે તે વાંચીને હારી ખાવાનો વિચાર ફગાવી દીધો અને મેવાડનો સિંંહ ફરી કેશવાળી ખંખેરીને બેઠો થઇ ગયો. આ પત્રમાં પૃથ્વીરાજે એક અમરવાક્ય લખ્યું હતું જે ભગવાન એકલિંગનું મહત્વ ક્યાંય વધારી દે છે અને ઘણું જ પ્રસિધ્ધ છે.
આ મંદિર પહેલા નાશ પામેલા મંદિરનાં અવશેષોમાંથી મૂળ જગ્યાએ જ બનાવવામાં આવ્યું છે. ઊંચા કોટથી રક્ષાએલું આખું પરિસર આરસપહાણ અને ગ્રેનાઈટનાં પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે.તુરુક કહાસી મુખપતૌ,ઇણ તણ સૂં એકલિંગ, ઉગે જાંહી ઉગતી પ્રાચી બીચ પતંગ.ભગવાન એકલિંગનું આ મંદિર બાપ્પા રાવલે આઠમી સદીમાં બનાવ્યું હોવાનું કહેવાય છે.તે પછી એકવાર તુટ્યુ અને ઉદયપુરના મહારાણા મોકલે તેનું સમારકામ કરેલું.અહિં જ સ્થાપત્યકલાના ઉત્તમ નમુના જેવું બાંધકામ જોવા મળે છે.આ મંદિરની આજુબાજુ પરિસરમાં લગભગ ૧૦૮ મંદિરો આવેલ છે.
ફાગણ વદ ચૌદસના દિવસે રાજસ્થાનના મૂળ એકલિંગજી મંદિરમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. જ્યાં જ્યાં મેવાડા બ્રાહ્મણો વસે છે ત્યાં ત્યાં પણ આ દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે. અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આવેલી કોકડીયાની પોળમાં અને રાયપુર દરવાજા બહાર એમ બે એકલિંગજીના મંદિરો આવેલા છે.અને મહાશિવરાત્રીને દિવસે અહિં ભગવાન એકલિંગના પાટોત્સવ નિમિત્તે મહોત્સવ યોજાય છે જેમાં જનમેદની ઉમટી પડે છે.રાજસ્થાનના રાજપુતોના શૌર્ય અને બલિદાનની ગાથાઓનું સાક્ષી બનીને હજારેક વર્ષથી આ મંદિર ઉભું છે.અનેક ઉતારચડાવ જોતું.દરવાજા બહાર એમ બે એકલિંગજીના મંદિરો આવેલા છે. ત્રિવેદી મેવાડા અને ભટ્ટ મેવાડા બ્રાહ્મણો આ દિવસે ભગવાનના ચલિત વિગ્રહને પાલખીમાં બેસાડી ધામધૂમથી નગર યાત્રા કાઢે છે.જય એકલિંગ.