BollywoodEntertainment

13 વર્ષ બાદ એકતા કપૂરનો મોટો ધડાકો, જોઇ શકશો ‘ક્યોકિ સાસ ભી કભી બહુ થી’

એકતા કપૂરની ફેમસ સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’એ ઘર-ઘરમાં એવી જગ્યા બનાવી હતી કે લોકો આ સિરિયલને આજે પણ યાદ કરે છે. આ સિરિયલની સ્ટોરી લાઈન જ જબરદસ્ત હતી એટલું જ નહીં, તેના પાત્રોએ પણ લોકોના દિલમાં ખાસ છાપ છોડી. હવે એકતા કપૂરે આ સીરિયલને લઈને મોટી જાહેરાત કરી છે. આ જાણીને ફેન્સ ખુશ થઇ જશે.

13 વર્ષ પછી ફરીથી જોઇ શકશો સીરિયલ

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ વર્ષ 2008માં બંધ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં 13 વર્ષ બાદ ફરી એકવાર એકતા કપૂર ફેન્સ માટે આ સીરિયલ લઈને આવી છે. આ વાતની જાણકારી એકતા કપૂરે પોતે સોશિયલ મીડિયા પર આપી હતી.

પ્રોમો શેર કરીને જાહેર કર્યું

એકતા કપૂરે આ શોનો પ્રોમો તેના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો અને કેપ્શન પણ લખ્યું. એકતા કપૂરે કેપ્શનમાં લખ્યું- ‘આ પ્રોમોની ઝલક જોઈને બધી જૂની યાદો તાજી થઈ ગઈ. આજે જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે બધી યાદો અને બધી ક્ષણો યાદ આવે છે કે કેટલો પ્રેમ મળ્યો હતો. એ જ પ્રેમ સાથે ફરી આ પ્રવાસમાં જોડાઓ. બુધવારથી દરરોજ સાંજે 5 વાગ્યે, માત્ર સ્ટાર પ્લસ પર.

ત્રણ સ્ટાર્સને પૂછ્યો પ્રશ્ન

આ કેપ્શનની સાથે એકતા કપૂરે આ શોના મુખ્ય કલાકારો સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને રોનિત રોયને પણ પ્રશ્નો પૂછ્યા. આ ત્રણેયને ટેગ કરતાં એકતા કપૂરે પૂછ્યું, ‘આટલા વર્ષો પછી આ પ્રોમો જોયા પછી તમે ત્રણેય કેવું અનુભવી રહ્યા છો?’

એકતા કપૂરની આ જાહેરાત બાદ જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ પોસ્ટ પર તે સતત ટિપ્પણી પણ કરી રહ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker