બાળક માટે તેમના માતા-પિતા વૃદ્ધ હોઈ શકે છે. પણ મા-બાપ માટે તેના સંતાનો કદી વૃદ્ધ થતા નથી..! તે હંમેશા તેમને રાજા દુલારા અને સુંદર માને છે. હા જો તમે હજુ પણ આ વાત ના સમજતા હોવ તો આજે તમને એક એવો ક્યૂટ વિડીયો જોવા મળશે કે તમારો દિવસ બની જશે. એક માતા જે ઘરડી છે તે બેઠી છે અને તેનો દીકરો પણ વૃદ્ધ છે પરંતુ તે તેની માતાને ખુશ કરવા માતાની સામે નાચવા લાગે છે. તે માતા માટે ખૂબ જ મધુર નૃત્ય કરે છે અને માતાના ચહેરા પર સ્મિત આવી જાય છે.
આ વીડિયો ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘એક માતા માટે તેના બાળકો ક્યારેય વૃદ્ધ થતા નથી..!’ આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વૃદ્ધ તેમની માતા સામે કહે છે, ‘તું બહુ સારી છે, તું બહુ સુંદર છે.’ ગીત પર ડાન્સ કરે છે. તે તેમની માતા માટે એવી રીતે ડાન્સ કરે છે કે તેમની માતાના ચહેરા પર હાસ્ય આવી જાય છે.
લોકોને પણ આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. આ વીડિયોમાં લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 41 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, ‘અને બાળક ક્યારેય નથી ઈચ્છતું કે તેના માતા-પિતા વૃદ્ધ થાય.’ એક યુઝરે લખ્યું કે તેમની ઈચ્છા છે કે તે પણ આ ઉંમર સુધી પોતાના માતા-પિતાની સેવા કરે. મોટાભાગના લોકો કહે છે કે માતા માટે બાળક હંમેશા બાળક હોય છે. તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો?