ભલે મને સૂડી પર ચઢાવી દેવામાં આવે પરંતુ ભાજપને સમર્થન નહીં આપું કે નહીં લઉં

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રથમ તબક્કાનું મતદાન થયું છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીએ એક નિવેદન આપ્યુ છે, જેનાથી ભાજપના સમર્થનની અટકળો પર સંપૂર્ણ રીતે વિરામ લાગી ગયુ છે. રાજકીય રીતે તેમણે કહ્યું, “હું સપનામાં પણ વિચારી શકતો નથી કે ભાજપની સાથે ગઠબંધન કરું, હું તેમને કોઈ શરતે સમર્થન કરીશ નહીં અને તેનાથી સમર્થન પણ લઈશ નહીં.”

છત્તીસગઢમાં મીડિયા સાથે વાતચીત કરતા અજીત જોગીએ કડક નિવેદન આપતા કહ્યું કે તેઓ ફાંસીના માચડે ચઢવાનું પસંદ કરશે, પરંતુ ભાજપ સાથે ક્યારેય જોડાણ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે આ આખો મામલો એટલા માટે થયો કારણકે પહેલા જોગીએ કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ પણ સંભાવનાનો ઈનકાર કરી શકાય તેમ નથી. બહુમત ના મળવાની સ્થિતિમાં તેઓ ભાજપ સાથે જોડાણ કરી શકે છે. બે દિવસ પહેલા રાજનાથસિંહે તેમના ગઢ મરવાહીમાં પ્રચાર કરતા કહ્યું હતું કે જો જોગીને રાજનીતિ કરવી હતી તો તેઓ ભાજપમાં આવી જતા, જબરજસ્તી પરેશાન થઈ રહ્યાં છે. ત્યારબાદ રાજકીય નફા-નુકસાનનો અંદાજ કર્યા બાદ જોગીએ આ નિવેદન આપ્યું છે.

છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીએ મીડિયા સામે આઠ ધાર્મિક ગ્રંથોની કસમ ખાઈને કહ્યું કે તેઓ કોઈને સમર્થન આપશે નહીં અને કોઈની પાસેથી સમર્થન લેશે નહીં. કહેવાઈ રહ્યું છે કે બસપા સુપ્રીમો માયાવતીના કડક વલણ બાદ અજીત જોગીએ પણ પોતાના નિવેદનને લઈને નરમ વલણ અખત્યાર કરવુ પડ્યું. તેમણે કહ્યું કે તેમનું અને બસપાનું ગઠબંધન છત્તીસગઢમાં મજબૂત છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનુ છે. રાજ્યમાં માયાવતી અને અજીત જોગીની પાર્ટી વચ્ચે ગઠબંધન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top