ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ઈવીએમ હૈકિંગના આરોપને ફગાવી દીધો છે. મહારાષ્ટ્રમાં આરોપ લાગ્યા છે કે, ઈવીએમને મોબાઈલ ફોનથી કનેક્ટ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મત વિસ્તારના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ રવિવારે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, આજે જે ખબર આવી છે તેને લઈને અમુક લોકોએ ટ્વિટ કર્યા છે. ફણ આરોપ ખોટા છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ઈવીએમ અનલોક કરવા માટે કોઈ ઓટીપી લાગતો નથી. ઈવીએમ ડિવાઈસ કોઈનાથી કનેક્ટ રહેતો નથી. ઈવીએમ સ્ટેડઅલોન સિસ્ટમ છે. ખબર પુરેપુરી ખોટી છે. અમે પેપરને નોટિસ ઈશ્યૂ કર્યું છે. આઈપીસીની 499 ધારા અંતર્ગત ડિફેમેશનનો કેસ નોંધાવ્યો છે.
વંદના સૂર્યવંશીએ કહ્યું કે, મેં પેપરના રિપોર્ટને સમજાવવાની કોશિશ કરી હતી, પણ તેમ છતાં પણ ખોટા ન્યૂઝ છાપી દીધા. હવે તેના વિરુદ્ધ આઈપીસીની કલમ 505 અને 499 અંતર્ગત નોટિસ મોકલીશું. દિનેશ ગુરવને જેને મોબાઈલ રાખવાની મંજૂરી આપી હતી, તે તેનો ખુદનો મોબાઈલ હતો.
ઈવીએમને હેક કરવું મુશ્કેલ છે- ચૂંટણી પંચ
તેમણે કહ્યું કે, અમુક લોકોને અમે ડેટા અપલોડ કરવા માટે મોબાઈલ રાખવાની મંજૂરી આપી હતી. પણ તેનાથી સંબંધિત વ્યક્તિ સુધી તે મોબાઈલ કેવી રીતે ગયો. તેના પર અમે ખુદ પણ ફરિયાદ નોંધાવી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોઈને પણ અમે સીસીટીવી નથી આપીએ, જ્યાં સુધી કોઈ કોર્ટનો ઓર્ડર લઈને ન આવે.