ઈલેક્ટ્રિક કાર હોય તો આવી જ હોય! 2203 કિમી સુધીનો સફર કરી રેકોર્ડ બનાવ્યો

ઇલેક્ટ્રિક વાહનોની રેંજ જ તેની સફળતાનું રહસ્ય છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક કારની રેન્જ જેટલી વધારે હશે તેટલો જ લોકોનો વિશ્વાસ તેના પર રહેશે. આ જ પ્રકારનું પરાક્રમ ચીનની કંપની બીવાયડી (બિલ્ડ યોર ડ્રીમ્સ) દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીએ તાજેતરમાં ભારતીય બજારમાં તેની ઇલેક્ટ્રિક એમપીવ બીવાયડી ઇ6 લોન્ચ કરી છે. હવે આ કારે મુંબઈથી દિલ્હીની મુસાફરી કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન આ ઈ-કારે 6 દિવસમાં 2203 કિમીનું અંતર કાપ્યું હતું. કંપનીએ દાવો કર્યો છે કે કોઈપણ ઈલેક્ટ્રિક કાર દ્વારા એક જ વારમાં આ સૌથી વધુ અંતર છે.

ચીનની કંપની બીવાયડી 2007થી ભારતમાં બિઝનેસ કરી રહી છે. કંપની મુખ્યત્વે ભારતમાં બસો અને ટ્રકોનું ઉત્પાદન કરે છે, પરંતુ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોઈને, કંપનીએ કોમર્શિયલ પેસેન્જર કાર સેગમેન્ટમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં તે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં પણ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે.

સિંગલ ચાર્જ પર 520 કિમી રેન્જ

બીવાયડી ઇ6 71.7 કિલોવોટ બ્લેડ બેટરી વાપરે છે. તે ડી એલટીપી રેટિંગ મુજબ શહેરની સ્થિતિમાં સિંગલ ચાર્જ પર 520 કિમીની રેન્જ આપે છે. એમપીવી 70કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે જે 180એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ ઇલેક્ટ્રિક એમપીવીની ટોપ સ્પીડ 130કિલો મીટર પ્રતિ કલાકન છે. એમપીવી ઇ6 ને એસી અને ડીસી બંને ફાસ્ટ ચાર્જિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને રિચાર્જ કરી શકાય છે. તે માત્ર અડધા કલાકમાં 30 થી 80% સુધી ચાર્જ થઈ જાય છે.

બ્લેડ બેટરી ટેકનોલોજીથી સજ્જ
>> બીવાયડી ઇ6 એ ભારતમાં કંપનીની પ્રથમ પ્રીમિયમ ઇલેક્ટ્રિક એમપીવી છે, જે બ્લેડ બેટરી ટેકનોલોજીથી સજ્જ છે. આ બેટરી ટેક્નોલોજી વર્ષ 2020 માં વૈશ્વિક સ્તરે જાહેર કરવામાં આવી હતી જે વધુ રેન્જ, વધુ સલામતી અને લાંબુ જીવનનું વચન આપે છે. કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં ઇ6 એમપીવી લોન્ચ કરી હતી.

>> આ એમપીવીનો ઉપયોગ કાફલામાં થઈ રહ્યો છે. ભારતમાં બીવાયડી ઇ6ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 29.15 લાખ છે. કોઈ તેને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા મેટ્રો શહેરો ઉપરાંત વિજયવાડા, અમદાવાદ અને કોચી જેવા અન્ય શહેરોમાંથી ખરીદી શકે છે.

1.25 લાખ કિમી વોરંટી
કંપની આ ઇલેક્ટ્રિક એમપીવી બીવાયડી ઇ6 પર 3 વર્ષ અથવા 1.25 લાખ કિલોમીટરની વૉરંટી, 8 વર્ષ અથવા 5 લાખ કિલોમીટરની બેટરી સેલ વૉરંટી અને 8 વર્ષ અથવા 1.5 લાખ કિલોમીટરની ટ્રેક્શન મોટર વૉરંટી આપી રહી છે. હાલમાં, ભારતીય બજારના બહુહેતુક વાહન સેગમેન્ટમાં કોઈ ઇલેક્ટ્રિક વાહન હાજર નથી.

Scroll to Top